ચાર વર્ષે ન્યાય મેળવ્યો:કાર્પેટ મુજબ ઘરવેરાની આકારણી નિયમ અનુસાર નહીં થતા કોર્ટનો સ્ટે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જ્યુબીલી હોટલના માલિકે જાતે કેસ લડી ચાર વર્ષે ન્યાય મેળવ્યો
  • આકારણી વર્ષ દરમિયાન જ આકારણી વધી​​​​​​​ શકે અને તેના માટે ઠરાવ બુક, એસેસમેન્ટ બુક નિભાવવા પડે

કાર્પેટ એરિયા મુજબની ઘરવેરાની આકારણી મહાનગરપાલિકાએ આકારણી વર્ષ દરમિયાન પુરી કરેલ ન હોય તો કરદાતા પ્રથમ દ્રષ્ટિએ ટેક્ષ ભરવા માટે જવાબદાર નથી એવો હાઉસટેક્સ અંગે કોર્પો.ની વિરૂદ્ધમાં ભાવનગરની જ્યુબીલી હોટલના એક કેસમાં સાતમાં એડી. સિનીયર સીવીલ જજ જેનીફર કાંતિલાલ કિશ્ચીયને ફરમાવી કોર્પો.ને ઘરવેરાના બિલની ઉઘરાણી કરવા સામે મનાઈ હુકમ ફરમાવેલ છે. હોટલના માલિકે કોર્ટમાં જાતે કેસ લડી ન્યાય મેળવેલ.

ભાવનગરની જ્યુબીલી હોટલ પ્રા.લી.ના પંકજભાઈ વારૈયાએ 2018થી ઘરવેરાની કાર્પેટ એરીયા આધારીત આકારણી કરી ઘરવેરાની રકમ વધારી દેવા સામે કાનૂની જંગ માંડ્યો હતો. અને તેઓ જાતે જ અદાલતમાં આ કેસ લડ્યા હતા. કેસની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, હોટલ જ્યુબીલીની 1999ની અને 2013ની કાર્પેટ એરીયા આધારીત આકારણીએ મહાનગરપાલિકાએ આકારણી વર્ષ દરમિયાન કાયદાનુસાર પૂર્ણ કરેલ ન હતી.

જેથી કોર્પોરેશનની આ પ્રક્રિયા સામે તેમણે વાંધો ઊઠાવ્યો હતો. મહાનગરપાલિકાએ કાયદાનુસાર કરવાના ઠરાવો કર્યા ન હતા. કાયદા મુજબ એસેસમેન્ટ બુક, ઠરાવ બુક પણ મહાનગરપાલિકા નિભાવતુ નથી. આ તમામ બાબતો અંગે કોર્ટમાં જ્યુબીલી હોટલ વતી કરેલી દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને તા.9-4-18નું બિલ અને તા.8-5ની ડીમાન્ડ નોટિસના દાવાના આખરી નિકાલ સુધી કોર્પોરેશન ઉઘરાણી ન કરે તેવો મનાઈહુકમ ફરમાવેલ છે.

આ કેસમાં મનાઈ હુકમને કારણે રેગ્યુલર હાઉસ ટેક્સ ભરતા આસામીઓના બિલમાં કાર્પેટ એરિયાના આધારે કાયદાની કોઈ પુરતી પ્રક્રિયા વગર થતા વધારા અંગે તંત્રને બ્રેક લાગશે અને ભાવનગરના મિલ્કતધારકોને રાહત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...