તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતોનું પ્રમાણ વધ્યું:લોક ડાઉન બાદ અંતિમ 4 માસમાં અકસ્માતોનું પ્રમાણ 16 ટકા વધ્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં 32 લોકોના મૃત્યુ, માસ્ક અને સેનેટાઈઝરનાં ઉપયોગ પછી પણ માનવ જીવનની કિંમત કેટલી

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કહેર હેઠળ છે ત્યારે દેશમાં તેના ફેલાવાને રોકવાના પગલે લોક ડાઉન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં લોક ડાઉન બાદ જેમ લોકોની અવર જવર વધી છે તેમ અકસ્માત નાં કિસ્સાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં 30થી વધુ માસિક અકસ્માતો નોંધાઈ રહ્યા છે. વર્ષની શરૂઆત થી લઈને ઑક્ટોબર મહિના સુધીમાં કુલ 305 રોડ અકસ્માતો નોંધાયા છે. લોકડાઉન સાથેના 4 મહિનામાં અકસ્માતના 98 બનાવ બન્યા જ્યારે પછીના 4 મહિનામાં 116 અકસ્માત થતા 16 ટકાનો વધારો થયો છે.

એપ્રિલ મહિનામાં તો આખા જિલ્લાના અકસ્માતો નો આંકડો ફક્ત નવનો હતો. ત્યારબાદ ફક્ત મહિને 20 અકસ્માતો ની એવરેજ બાદ હવે ફરીથી રોડ અકસ્માતો વધ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 32 લોકોની અકસ્માત નાં લીધે મૃત્યુ થઈ છે જ્યારે 126 લોકો ઘાયલ થયા છે. કોરોના નાં સમયગાળા માં આપણે સૌ જીવનની કિંમત સમજ્યા છીએ અને જિંદગી બચાવવા માટે માસ્ક તથા સેનેટાઈઝર વાપરતા શીખ્યા છીએ પરંતુ સાચવીને વાહન ચલાવતા નથી શીખ્યા અને વધતા અકસ્માતોનાં આંકડા તેની સાબિતી છે. એક જવાબદાર નાગરિક તરીકે ધ્યાનપૂર્વક વાહન ચલાવવું આપણી ફરજ છે.

2020ના 10 મહિનાના અકસ્માતોનું ઓડિટ

2020 - મહિનોઅકસ્માતોવ્યક્તિઓ
જાન્યુઆરી4862
ફેબ્રુઆરી4348
માર્ચ3547
એપ્રિલ910
મે2327
જૂન3138
જુલાઈ1920
ઑગસ્ટ2836
સપ્ટેમ્બર3449
ઑક્ટોબર3541
કુલ305378
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો