ભાવનગર શહેરના બોરતળાવ સ્થિત કુમદવાડી વિસ્તારમાં આવેલ એક હિરાના કારખાનામાં કામ કરતો રત્નકલાકાર ત્રીજા માળેથી અકસ્માતે નીચે પડી જતાં ગંભીર ઈજા ને પગલે આ યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરતળાવ એરીયા સ્થિત કુમદવાડી સરીતાસોસાયટી માલધારી સોસાયટી સહિતના વિસ્તારોમાં સેંકડો હીરાના કારખાનાઓ ધમધમે છે. જેમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાથી દરરોજ મોટી સંખ્યામાં રત્નકલાકારો હીરા ઘસવાની મજૂરી કરવા આવે છે. ત્યારે કુમદવાડીમાં આવેલ કપિલેશ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલ હિરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતો હાદાનગરમા રહેતો યુવાન સુનીલ રમેશભાઈ મકવાણા ઢળતી સાંજે ત્રીજા માળની ગેલેરીમાં ઉભો હતો એ દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ યુવાનને તત્કાળ કોઈ તબીબી સારવાર મળે એ પૂર્વે ઘટના સ્થળે જ યુવાને દમ તોડ્યો હતો,આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા, આ બનાવની જાણ ડી-ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પંચનામું કરી મૃતદેહને પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.