લાંચીયો કલાર્ક ઝડપાયો:મહુવા તાલુકાના સિનિયર કલાર્કને 10 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા સરકારી કચેરીનાં કલાર્કે રૂપિયા 10 હજારની માંગ કરી હતી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે સ્થળ અભિપ્રાય માટે મહુવા સરકારી કચેરીનાં કલાર્કે રૂપિયા 10 હજારની માંગ કરતાં ફરિયાદીએ ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતાં એસીબીની ટીમે મહુવા તાલુકા તાલુકા પંચાયતની કચેરીના ગ્રાઉન્ડમાં છટકું ગોઠવી લાંચીયા કર્મીને રંગેહાથ ઝડપી લીધો હતો.

સમગ્ર બનાવ અંગે ભાવનગર એસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામનાં એક ફરિયાદીએ ભાદ્રોડ ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારમાં આવેલી જગ્યા-જમીન બહુ હેતુક માટેનો પ્લોટ એન.એ. કરાવ્યો હતો. આ પ્લોટમાં ઔદ્યોગિક બાંધકામની મંજૂરી માટે ગ્રામપંચાયતમાં અરજી કરી હતી. આથી ગ્રામપંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્થળ અભિપ્રાય માટે ફાઈલ મોકલવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત વહિવટી શાખાના વર્ગ-3ના સિનિયર કલાર્ક કાળુ ઉર્ફે જય ચતુર મેરે ફરિયાદી પાસે સ્થળ સ્થિતિના અભિપ્રાય માટે રૂપિયા 10 હજાર લાંચની માંગ કરતાં ફરિયાદીએ ભાવનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

એસીબીની ટીમે ફરિયાદીને સાથે રાખી લાંચમા માંગ કરેલા રૂપિયા દસ હજારની પાઉડર વાળી ચલણી નોટો સાથે મહુવા તાલુકા પંચાયતની કચેરીનાં ગ્રાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં પ્લાન મુજબ ફરિયાદીએ કલાર્ક કાળુ ઉર્ફે જયને લાંચની રકમ લઈ જવા કોલ કરતાં લાંચીયો કર્મી ગ્રાઉન્ડમાં ફરિયાદી પાસે લાંચની રકમ લેવા આવતા એસીબીની ટીમે પાઉડર વાળી નોટ સાથે કલાર્કને રંગેહાથ ઝડપી લીધો હતો. આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મલાઈ ખાઉં અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...