વિશેષ:રાજ્યની યુનિ.ઓમાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક જગ્યા ખાલી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ABVPના પ્રદેશ અધિવેશનમાં યુનિ.ઓમાં વિદ્યાર્થીના પ્રશ્ને આખું વર્ષ અભિયાન ચલાવવાનો પ્રસ્તાવ

ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં 7 કુલપતિ, 22 ઉપકુલપતિ, 4 રજીસ્ટ્રાર, 4 પરીક્ષા નિયામક સાથે સેંકડો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યા ભરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં હવે આખું વર્ષ અભિયાન ચલાવશે તેમ ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 54માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં પ્રસ્તાવ પસાર કરાયો હતો.

આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનિયમિતતા અને વારંવાર પેપર લિક કૌભાંડથી યુવાઓમાં આક્રોશ છે અને આ મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારણા કરે અને પરીક્ષા લેનારી એજન્સીઓની પદ્ધતિ પર પુનઃ વિચારણા કરી જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમ જ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયાઓ પણ ઝડપી કરવામાં આવે તેનો પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો.

ખાનગી યુનિવર્સિટીઓમાં મન ફાવે તેમ પ્રવેશ આપવો ફીદેવી અને કેમ્પસની ગુણવત્તા પર નિયંત્રણ હેતુ માટે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટી રેગ્યુલરેટરી બોર્ડ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પુનરોચ્ચાર કર્યો છે. જનજાતિ ક્ષેત્રોમાં વધતાં ધર્માંતરણને કારણે જે લોકોએ જનજાતિ પૂજા પદ્ધતિ છોડી ભારતીય ધર્મ સિવાયના અન્ય ધર્મને અપનાવ્યા છે. તે લોકોને જનજાતિના મૂળભૂત અધિકારો અને સરકારની યોજનામાંથી મુક્ત કરવા જોઈએ અને આવા વિસ્તારોમાં યુનિવર્સિટીઓમાં પૂરતો સ્ટાફ ત્વરિત ભરતી કરવો જોઈએ.

આવા વિસ્તારો માટે ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સાથે અભ્યાસ રમતગમત-પરિવહનની સુવિધા, છાત્રાલય નિર્માણ, નેટવર્ક વ્યવસ્થા સુધારવા પણ પ્રસ્તાવો પસાર કરાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો. સંજયભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ પદે ડો. રાજેશભાઈ ડોડીયા, ડો.લક્ષ્મણભાઈ ભૂતડીયા, પ્રા. ભરતભાઈ પ્રજાપતિ, ડો. પ્રફુલભાઈ ચુડાસમા અને ડો. ક્રાંતિબેન ત્રિવેદી તેમજ પ્રદેશ મંત્રી પદે યુતિબેન ગજરે ઉપરાંત પ્રદેશ સહમંત્રી પ્રદેશ સંગઠન મંત્રી સહિત જાહેર કરાયા હતા.

તમામ યુનિ.માં Ph.d પરીક્ષાના ધોરણ એક સમાન કરો
ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયોમાં નિર્ધારિત સમય અવધિમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે ફીનું ધોરણ એક સમાન રાખવામાં આવે તેમજ વિશ્વવિદ્યાલયોમાં વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડરનું ચુસ્તપણે પાલન કરવામાં આવે ફેલોશીપ પ્રક્રિયા નિયમિત કરવામાં આવે તેમ જ Ph.dની પ્રવેશ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં પણ યોજવામાં આવે.

યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિભાગ જ નથી !
1986થી ગુજરાતી ભાષાના આદ્ય લેખક હેમચંદ્રાચાર્યજીના નામે સ્થપાયેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજ સુધી ગુજરાતી વિભાગ નથી. તો બીજી તરફ ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલી જૂનાગઢની યુનિવર્સિટીમાં પણ સ્થાપનાના છ વર્ષ પછી ગુજરાતી વિભાગ નથી તે કમનસીબી છે.

અન્ય સમાચારો પણ છે...