તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વક્તવ્ય:સૌરાષ્ટ્રના દરિયાઈ તટે શેવાળની ખેતી માટે સર્જાયેલી વિપુલ તક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેવાળ અંગેની કોન્ફરન્સમાં સેન્ટ્રલ સોલ્ટનાં ડૉ. વૈભવ મંત્રીનું વક્તવ્ય

ભારત નાં ખૂબ વિશાળ દરિયા કિનારા પર શેવાળ ની ખેતી વિકસી રહી છે. દરિયાકિનારે આવેલા ગામડાઓ માં રહેતા ખેડૂતોની આવક વધારવા માટેનો આ ખૂબ સરળ ઉપાય છે. આ ખેતી ની વધતી જતી માંગના પરિણામે વિશ્વભર નાં લોકોને તેની સમજ આપવા માટે સીવીડ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ માં ભાવનગર નાં સેન્ટ્રલ સોલ્ટ નાં વૈજ્ઞાનિક ડૉ. વૈભવ મંત્રી પણ વક્તવ્ય આપનાર છે.

કોન્ફરન્સ નું આયોજન આઇ.સી. એ.આર - ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર એન્ડ રીસર્ચ તથા સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્માર્ટ એગ્રી પોસ્ટ દ્વારા બે દિવસીય વર્ચ્યુઅલ કોન્ફરન્સ અને એક્ઝીબિશન નું આયોજન કરવામાં આવ્યું છે. સીવીડ ઇન્ડિયા 2021 નામની કોન્ફરન્સ તા. 26 અને 27 ઓગસ્ટ નાં રોજ યોજાનાર છે.

આ કોન્ફરન્સ માં ખેડૂતો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો અને રિસર્ચરો ભાગ લેવાના છે. સંપૂર્ણપણે ઓનલાઇન થનાર આ કોન્ફરન્સ માં 3ડી પ્લેટફોર્મ આપવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા હાલમાં જ તમિલનાડુ ખાતે ' મલ્ટી પર્પઝ સીવીડ પાર્ક ' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વની અલગ અલગ યુની. અને ભારત સરકાર નાં સેક્રેટરીઓ ની સાથે સેન્ટ્રલ સોલ્ટ નાં એપ્લાઇડ ફાયકોલોજી અને બાયોટેકનોલોજી ડિવિઝન નાં હેડ ડૉ. મંત્રી પણ શેવાળ ની ખેતી માં ટેકનોલોજી નાં પ્રવેશ વિષય પર વક્તવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...