ઢોરના ડબ્બામાં ટપોટપ મરતા અબોલ પશુ:ઢોરના ડબ્બામાં છતના અભાવે કાદવ કીચડમાં રહેતા અબોલ જીવ, ગૌવંશના અંગો સડીને થઈ રહ્યા છે મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • રખડતા ઢોર ને પકડી ને પુરવામાં આવતા ઢોર ડબ્બામાં ગૌવંશ ની હાલત કફોડી
  • ભાવનગર તંત્ર ની વધુ એક બેદરકારી સામે આવતા લોકોમાં રોષ

ભાવનગર મહાનગરપાલિકા અબોલ પશુઓની માવજત કરવામાં નિષ્ફળ નીવડી છે મનપા સંચાલિત ગૌશાળામાં પશુઓનાં મોતનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન કાદવ, કીચડ અને પૂરતો ઘાસચારો મળી રહ્યો ન હોવાના કારણે અબોલ પશુ મોતને ભેટી રહ્યા છે જેના કારણે જીવદયા પ્રેમીઓમાં મનપા સામે રોષ ફેલાયો છે.

બંને ગૌશાળામાં અંદાજે 1000 થી વધુ પશુ રાખવામાં આવ્યા
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શહેરમાં બે ગૌશાળા આવેલી છે જેમાં રખડતા ઢોરને પાંજરે પૂરીને ગૌશાળામાં મૂકવામાં આવે છે જેનો ખર્ચ મહાનગરપાલિકા ઉઠાવી રહી છે હાલ શહેરના અખિલેશ સર્કલ અને એરપોર્ટ રોડ પર મનપાયે કામ ચલાવ ગૌશાળા ઊભી કરી દીધી છે જેના કારણે અબોલ પશુઓની જાળવણી થઈ શકતી નથી. જેની માવજત અને સારવાર સમયસર મળી રહી નથી જેથી દિવસે ને દિવસે ગૌશાળામાં રહેલ પશુ મોતને ભેટી રહ્યા છે, આ ગૌશાળામાં અંદાજે 1000થી વધુ પશુ રાખવામાં આવ્યા છે અનેક પશુઓ બીમારીમાં સપડાયા છે.

સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ પશુ ડોક્ટર આવી રહ્યા નથી
મનપાએ બનાવેલ ગૌશાળામાં ખુલ્લી જગ્યા હોવાથી પશુઓ ભારે વરસાદના કારણે કાદવ કીચડમાં બેસી પણ શકતા નથી અને ઉભા પણ રહી શકતા નથી મહાનગરપાલિકા દ્વારા માત્ર કહેવા પૂરતો એક પતરનો શેડ ઊભો કરી દીધો જેમાં માંડ 50 પશુઓ ઊભા રહી શકે તેવી સ્થિતિ છે અનેક રજૂઆતો સ્થાનિકો દ્વારા અને જીવદયા પ્રેમીઓ દ્વારા મહાનગરપાલિકાના સત્તાધીશોને કરવામાં આવી પરંતુ તંત્રને અબોલ પશુની કાંઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે જ્યારે પશુ બીમાર પડે છે ત્યારે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ કોઈ પશુ ચિકિત્સક ડોક્ટર સારવાર માટે પહોંચતા નથી.

અન્ય સમાચારો પણ છે...