પતિના ત્રાસમાંથી મુક્ત કરાવાઇ:સિહોર તાલુકાની મહિલાને પતિના ત્રાસમાંથી પાલિતાણાની અભયમની ટીમે મુક્ત કરાવી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના સિહોર તાલુકામાં એક મહિલાને તેનો પતિ હેરાન- પરેશાન કરતો હતાં. જેથી તેણીએ 181 મહિલા હેલ્પલાઇન નંબર અભયમ પર સંપર્ક કરી મદદ માંગી હતી. આ કોલનો ત્વરિત જવાબ આપતાં મહિલા અભયમની ટીમે મહિલાની મદદે પહોંચી તેને પડતી ત્રાસમાંથી મુક્ત કરાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 181 ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાની સમસ્યા સાંભળતા જાણવાં મળ્યું હતું કે, મહિલાના પહેલાં લગ્ન થયાં હતાં. ત્યાં પતિનું અફેર તેના ભાઈની પત્ની સાથે થતાં મહિલા ઘર મૂકીને પિયર પરત આવી ગઇ હતી. પિયરમાં થોડા દિવસ રહ્યાં બાદ એકલવાયું જીવન લાગતાં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તેની સાથે લગ્ન કરી લીધા હતા. આમ, પિયરમાંથી પ્રેમી સાથે ભાગેલી મહિલાને પિયરનો સાથ છૂટી ગયો હતો.
181 અભિયમે પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવી
પહેલાં તો બધું સુખરૂપ ચાલ્યું પરંતુ થોડા દિવસમાં પ્રેમીએ તેનો અસલી રંગ બતાવતાં ઝગડો કરવાનું શરું કરી દીધું હતું. મહિલાને પ્રેમી હેરાન કરતો હોવાથી ઘરની બહાર નીકળી આ મહિલાએ 181 અભયમમાં કોલ કરીને મદદની માંગણી કરી હતી. જેથી 181 અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉંસેલિંગ કરી જરૂરી સલાહ, સૂચન માર્ગદર્શન આપતાં મહિલાને સંસ્થામાં આશ્રય અપાવ્યો હતો અને પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. આ કામગીરીમાં પાલીતાણા 181 મહિલા હેલ્પલાઇન ટીમ ત્વરીત કામગીરી કરીને મહિલાને બચાવી હતી.
મહિલા અભયમની ટીમ મહિલાઓને મદદ કરીને એક સુરક્ષિતતાનું વાતાવરણ પુરૂં પાડ્યું છે અનેક મહિલાઓ માનસિક અને શારીરિક અત્યારચારમાંથી તેનાથી બચી શકી છે. આ ઉપરાંત જરૂરી કાઉન્સેલીંગથી અનેક ઘર તૂટતાં પણ બચાવી શકાયાં છે.

અન્ય સમાચારો પણ છે...