શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોની વરણી:ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણ અને જિલ્લા પ્રમુખ તરીકે આર.સી.મકવાણાને કમાન સોપાઈ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અભયસિંહ ચૌહાણ - Divya Bhaskar
અભયસિંહ ચૌહાણ

ભાવનગર શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખોની આજે વરણી કરવામાં આવી છે,ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ તરીકે આરસી મકવાણાની નિમણૂક કરવામાં આવી છે.

આર.સી.મકવાણા
આર.સી.મકવાણા

ચાર જિલ્લાઓમાં ભાજપ પ્રમુખોની નિમણૂક
સી.આર.પાટીલ દ્વારા ચાર જિલ્લાઓમાં ભાજપના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લો, મહેસાણા જિલ્લો અને બોટાદ જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ભાવનગર શહેરના નવા પ્રમુખ અભયસિંહ ચૌહાણની નિમણૂક થઈ તે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે, અભયસિંહ ચૌહાણની ભાજપ શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

નવા પ્રમુખોની નિમણૂક થતા ચર્ચાનો અંત
જ્યારે ગુજરાતના પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને મહુવાના પૂર્વ ધારાસભ્ય આર.સી મકવાણાની જિલ્લા ભાજપ તરીકે નિમણૂક કરવામાં આવી છે, બે દિવસ પહેલા જ ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખોનાં રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા, આમ નવા પ્રમુખોની નિમણૂક થતા ચર્ચાનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...