સમુહ લગ્ન યોજાયા:આરત્રીક મહિલા મંડળ દ્વારા સમૂહ લગ્નમાં 30 દુલ્હા-દુલ્હનના નિકાહ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં આયોજન

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરોના સયુંકત ઉપક્રમે 16મા સમુહ લગ્ન યોજાયા

આરત્રીક મહિલા વિકાસ મંડળ (ભાવનગર) અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો (ભારત)ના સયુંકત ઉપક્રમે ૧૬મા સમુહ લગનમાં 30 દુલ્હા-દુલ્હન જોડાયા હતા,જેમાં દરેક દુલ્હા-દુલ્હનને જીવન જરૂરી સામાન (કરિયાવર) આપવામાં આવ્યો હતો.

સમુહ લગ્નમાં ભાવનગર શહેરના મેયર કીર્તિબેન દાણીધારિયા, કોંગ્રસના શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, ભરતભાઈ કોટીલા, ઘનશ્યામભાઈ ગઢવી, સાજીદભાઈ કાજી ,ઈકબાલભાઈ આરબ, ખોજા સમાજના પ્રમુખ મુન્નાભાઈ વરતેજી તથા પરવીનબેન, મેમણ સમાજના પ્રમુખ હાજી ઝુબેરભાઈ હાલારી, દેવેન્દ્રકુમાર પાઠક, ફિરોઝભાઈ મેમણ, સાધનાબેન સાવલીયા શીલાબેન શર્મા તથા અગ્રણીઓ,ઉદ્યોગપતી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...