તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ પ્રદર્શન:શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકામાં બનેલ ઘટનાને વખોડી

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આપના કાર્યકરોની અટકાયતકરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર સુરત મહાનગરપાલિકામાં પોલીસ દ્વારા અમાનવીય વ્યવહાર વર્તન અને મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં ભાવનગર આપ મહિલા પાંખ અને આપના તમામ કાર્યકરો દ્વારા ઘોઘા ગેઇટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શનમાં મહિલા પાંખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા

ભાવનગર શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે આપ મહિલા પાંખ અને આપના તમામ કાર્યકરો દ્વારા સુરત મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર સાથે અમાનવીય વ્યવહાર વર્તન અને મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ પ્રદર્શન વેળાએ પોલીસ દ્વારા આપના કાર્યકરોની અટકાયતકરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં આપના ભાવનગર શહેર પ્રમુખ હરદેવસિંહ જાડેજા, જીલ્લા પ્રમુખ અશોકગોહેલ, સંગઠન મંત્રી કૌશિક ભટ્ટ, સોશિયલ મીડિયા પ્રભારી હાર્દિક ડાંખ્રા અને મહિલા પાંખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો