ખેડૂતો માટે AAPની માંગ:ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરવાની માંગ સાથે AAPએ મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર પાઠવ્યું

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં હાલ ડુંગળી અને બટેટાના નીચા ભાવોને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે જેના કારણે ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધી આજરોજ આમ આદમી પાર્ટી દ્રારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

5 રૂપિયા વિશેષ બોનસ આપવાની માંગ કરાઈ
આ વર્ષે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ ડુંગળીનું 109.46 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. હાલ ડુંગળીના ભાવ ખુબ નીચા ચાલી રહ્યા છે જેથી ખેડૂતોને ઉપજનો ખર્ચ પણ નીકળતો નથી. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સરખામણીએ બટેટાનું વાવેતર 106.28 ટકા વિસ્તારમાં થયું છે, આવી જ રીતે બટેટામાં પણ ભાવો ખુબ નીચા હોવાથી ખેડૂતોને ખર્ચના પૈસા પણ માથે પડી રહ્યા છે ત્યારે ડુંગળી અને બટેટા પકવતા ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા 5 રૂપિયા વિશેષ બોનસ આપવાની જાહેરાત કરવા આમ આદમી પાર્ટી દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...