ભાવનગરમાં ચૂંટણીના માહાલો જામ્યો:પાલીતાણા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ કાર્યાલયનું ઉદ્ધાટન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠકો માટે રાજકીય પક્ષો દ્રારા પોતાના કાર્યાલયો ઠાઠથી કરી રહી છે ત્યારે પાલીતાણા 102 વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર ડો.જેડ.પી.ખેનીના સણોસરા ખાતે કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

આપ 5 વર્ષમાં કાયાપલટ કરી નાખશે
પાલીતાણાના સણોસરા ગામે આમ આદમી પાર્ટીના મધસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાવી ભરોસાની ભાજપ સરકારના છેલ્લા 20 વર્ષનામાં નથી કર્યું તે આપને એક મોકો આપીને માત્ર 5 વર્ષમાં કાયાપલટ કરી નાખશે, જે ભાજપ સરકાર દ્રારા 20 વર્ષમાં નથી કરી તે આપ 5 વર્ષમાં જ સમગ્ર ગુજરાતની કાયાપલટ કરીને બતાવશે, આપના ઉમેદવાર ડો.જેડ પી ખેનીને જંગી બહુમતીથી જીતાડવા આપના આગેવાન કાર્યકરોએ આહવાન કર્યું હતું.

લોકો સ્વયંભૂ જોડાયા રહ્યા છે
સણોસરા ખાતે આપ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં આપના ઉમેદવાર ડો.જેડ.પી.ખેનીના હસ્તે બીજી રાજકીય પાર્ટીના 10થી વધારે કાર્યકરો આપમાં જોડાયા હતા, અને જણાવ્યું લોકો સ્વયંભૂ જોડાયા રહ્યા છે, તેમજ મોટી સંખ્યામાં આપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...