અકસ્માતમાં મોત:ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામે ઝાડ સાથે બાઈક અથડાતા યુવાનનું મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અકસ્માતમાં માથામાં હેમરેજ થઈ જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
  • ગારીયાધાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામે એક બાઈક સવારે વાહન પરનો કાબૂ ગુમાવતાં બાઈક ઝાડ સાથે અથડાઈ હતી. જેથી બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતો યુવાન દિપક ભરત બારૈયા ઉ.વ.30 ગત મંગળવારે મોડી રાત્રે સુખપર ગામેથી પોતાનું બાઈક નં-જી-જે-5-પીડી-3634 લઈને પરત પોતાના ઘરે આવી રહ્યો હતો. તે વેળાએ મોટી વાવડી ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે લીમડાના ઝાડ સાથે બાઈક ધડાકાભેર અથડાતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તત્કાળ સારવાર અર્થે ગારીયાધાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથામાં હેમરેજ થઈ જતાં આ યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ગારીયાધાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...