અનોખો પ્રયોગ:ભાવનગર પશ્ચિમમાં યુવા મતદાન મથક ઉભુ કરાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોને મતદાન માટે આકર્ષિત કરવા અનોખી પહેલ કરાઈ
  • આગામી 1લી ડિસેમ્બરે વળીયા કોલેજના 9 નંબરના મતદાન મથકે તમામ પોલિંગ સ્ટાફ 25 વર્ષથી નીચેની વયના હશે

એક અનોખા પ્રયોગરૂપે ભાગવનગર પશ્ચિમમાં યુવા મતદાન મથક ઊભું કરાશે. આ મતદાન મથકે પોલિંગ સ્ટાફ 25 વર્ષથી નીચેની વયના હશે. યુવાનોને મતદાન માટે આકર્ષિત કરવા અનોખી પહેલ કરવામાં આવી છે. મતદારોને આકર્ષિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ ખાસ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.

જેમાંથી ભાવનગર પશ્ચિમમાં એક મતદાન મથક યુવા મતદાન મથક તરીકે તૈયાર કરવામાં આવશે ભાવનગર પશ્ચિમ (105)ની 185-ભાવનગર-167 ખાતે એલ આર વળીયા આર્ટ્સ એન્ડ પી આર મહેતા કોમર્સ કોલેજ, રૂમ નંબર-9, વિદ્યાનગર, ભાવનગર ખાતે યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવશે આ મતદાન મથકે મતદારોની સંખ્યા 1268 જેટલી છે આ મતદાન મથકે કાર્ય કરનાર પોલિંગ સ્ટાફ 25 વર્ષથી નીચેની વયના હશે આથી યુવાઓને મતદાન કરવા આકર્ષિત કરવા આગવી પહેલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...