તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:કામ ધંધો ન મળતા યુવકે ફાંસો ખાઈ કર્યો આપઘાત

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના રાણીકા વિસ્તામાં બનેલી ઘટના

કોરોનાને કારણે ધંધા-રોજગારમાં છેલ્લા નવેક માસથી ભારે મંદીના માહોલમાં આજે શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા એક યુવકે બેરોજગારીના કારણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. પરિણામે મૃતકના પત્ની અને બે બાળકો નોધારા બની જતા પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

કોરોના કાળમાં લોકડાઉન અને ત્યારબાદ ધંધા રોજગારમાં છેલ્લા નવેક માસથી ભારે મંદીના કારણે પોતાને ધંધો-રોજગાર નહીં મળતા પરિણામે ઘરે બેસવાનો વારો આવતા અને પરિવારજનોનું ભરણપોષણ કરવાનું દોહ્યલું બનતા અંતે કંટાળીને ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ કુંભારની ડેલીમાં રહેતા પવનભાઈ બિપીનભાઈ ચૌહાણ (ઉં.વ.29) એ આજે સવારે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. મૃતકના લગ્ન થઈ ગયા હતા અને તેમના આ પગલાથી પત્ની તથા તેમના બે બાળકો નોધારા બની ગયા હતા. જ્યારે પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી. સી. ડીવીઝન પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો