તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મહુવાના દયાળ ગામે યુવાનની હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુની અદાવતની દાઝ રાખી ભરબજારમાં
 • સાંજના સમયે એકસંપ કરી આવેલા આરોપીઓએ પ્રતાપભાઈની હત્યા કરી

મહુવાના દયાળ ગામે ખુની ખેલાયો હતો જેમાં એકની કરપીણ હત્યા કરાઈ હતી અને એક વ્યક્તિની હાલત ગંભીર છે. દયાળ ગામે જુની અદાવતે ભરબજારમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં ગામમાં જ રહેતા પરીવારે એકસંપ કરી હત્યાને અંજામ આપ્યો હતો. જેમાં પ્રતાપભાઈ શિયાળનું મોત નિપજ્યું હતું.

 બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો જેની દાઝ રાખી પ્રતાપભાઈ ઘનાભાઇ શિયાળ (ઉંમર વર્ષ 28) નામના વ્યક્તિ પર અમુક ઈસમોએ તીક્ષણ હથિયારના ઘા મારી મોત નિપજ્યાવ્યું હતું સાથે તેમના કાકાના દીકરા અજયભાઈ શિયાળ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 દયાળ ગામે બનેલા આ હત્યાના આ િહચકારા હુમલાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે પુરતો અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહુવા ખાતેના દયાળ ગામે બનેલા આ બનાવમાં હત્યા કરનાર આરોપીઓને તાત્કાલિક પકડવા સ્થાનિક પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો