મોતનો LIVE વીડિયો:ગઢડાના નિગાળા ગામે ઝાડ કાપતી વખતે નીચે પટકાતા યુવકનું મોત, જે ડાળ કાપી તે જ માથા પર પડી

ભાવનગર12 દિવસ પહેલા
  • અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

ગઢડાના નિંગાળા ગામમાં કોઈપણ જાતના સુરક્ષાના સાધનો વગર જ ઝાડ કાપી રહેલો એક યુવક નીચે પટકાતા મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થતા તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઢડાના નિંગાળા ગામે રહેતા અને મજુરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મકોડભાઇ મનસુખભાઇ સાંથલિયા (ઉ.વ.23) નામનો યુવાન સોમવારે સાંજના સુમારે પીપળીયા રોડ પર આવેલા સુરધનદાદાની જગ્યાએ ઝાડ કાપી રહ્યો હતો. આ સમયે નીચે ઉભેલા વ્યકિતઓ તેનો વીડિયો પણ ઉતારી રહ્યા હતા. ઝાડ કાપી રહેલા મકોડભાઈનું ધ્યાન વીડિયોમાં હતું ત્યારે જ પોતાના ઉપર વિશાળ ડાળી પડતા તે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ બનાવથી મૃતકના પરિવારજનોમાં અને દેવીપૂજક સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ અંગે ગઢડા પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસ કાગળ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...