દુર્ઘટના:આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવકનું ડુબી જવાથી મોત નિપજ્યુ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોઠવદરામાં આવેલી ખીણમાં ભાઈઓ ન્હાવા માટે ગયા હતા
  • પાળી પરથી પગ લપસી જતા ડુબ્યો, સાથે રહેલા કુંટુંબી ભાઈઓના પ્રયાસ છતાં બચી શક્યો નહી

ફુલસર ગામમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવક તેના કુટુંબી ભાઇઓ સાથે આજે રવિવાર હોવાથી સોઠવદરા ગામે આવેલી પાણીની ખીણમાં ન્હાવા માટે ગયો હતો જયાં અકસ્માતે તે ડુબી જતા તેને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામા આવતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃતજાહેર કર્યો હતો.

ફુલસર ગામમાં રહેતા અને ઈલેક્ટ્રીકલ બ્રાંચમાં આઈટીઆઈ કરતા જયેશભાઈ પ્રવિણભાઈ દિહોરા (ઉ.વ. 18) તેમના કુંટુંબી ભાઈઓ સાથે આજે રવિવાર હોવાથી સોઠવદરા ગામે આવેલી ખીણમાં ન્હાવા માટે ગયા હતા.

પરિવારના જ 7 થી 8 છોકરાઓ અહીં નાહી રહ્યાં હતા ત્યારે બપોરના આશકે 3.15 કલાકના અરસામાં જયેશભાઈનો પગ પાળી પરથી લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયાં હતા. સાથે રહેલા તેમના ભાઈઓને તેની શોધખોળ કરી બહાર કાઢી સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને 4.30 કલાકે મૃત જાહેર કર્યાં હતા. ત્રણ ભાઈઓમાંથી સૌથી નાના ભાઈનું ડુબી જવાથી મોત થતાં દિહોરા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...