તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભાવનગરનો યુવક મોટા ખોખરાના તળાવના પાણીમાં ગરકાવ થયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર યુવકોને રેસ્ક્યુ કર્યાં, એક યુવાનને શોધવા મોડી રાત સુધી રેસ્ક્યુ ચાલ્યું

ભાવનગરથી ફરવા ગયેલા પાંચ યુવાનો મોટા ખોખરા ગામે આવેલા તળાવમાં નાહવા પડ્યા હતા. જેમાંથી એક યુવક યુવક તળાવમાં ડુબી જવાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની રેસક્યુ ટીમે ઘટના સ્થળ‌ે પહોંચી ચારને બચાવ્યા હતા જ્યારે અન્ય એક યુવકને શોધવા માટે મોડી રાત સુધી રેસક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

શહેરના શિવાજીસર્કલ પાસે ગાયત્રીનગરમાં રહેતા ચિરાગ હરેશભાઈ રાજાઈ (ઉ.વ.19) તેના મિત્ર રિતેશ રાજાઈ સહિત અન્ય ત્રણ શાળાના મિત્રો સાથે ફરવા નિકળ્યા હતા અને મોટા ખોખરા ગામે આવેલા અંધારિયા તળાવમાં ન્હાવા માટે પાણીમાં પડ્યા હતા. જે પાણીની ઉંડાઈનો અંદાજ નહી આવતા આ ચિરાગ ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. સ્થાનિક ગ્રામજને જાણ થતા તુરંત ભાવનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની રેસક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ચારને રેસક્યુ કર્યાં હતા જ્યારે ચિરાગ ઊંડાપાણીમાં ગરકાવ થયો હોવાથી મોડી રાત સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બનાવના પગલે મામલતદાર, પોલીસ અને મોટા ખોખરા ગામના સરપંચ સહિતના લોકો ઘટના સ્થ‌ળે દોડી ગયા હતા.

ફાર્મ હાઉસ જવાનુ કહીને ગયા હતા...
ચિરાગ અને તેના મિત્રો ફાર્મ હાઉસમાં જઈએ છીએ તેમ કહીને ફરવા ગયા હતા. અહીં સ્વિમિંગ કરતા કરતા અચાનક તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થતા અહીં સરપંચ અને સ્થાનિક લોકોએ શોધખોળ કરી અને અમને તથા ફાયર વિભાગને જાણ કરી હતી. 16 થી 18 કલાક બાદ બોડી ઉપર આવી જશે તેવું તંત્રએ જણાવ્યું છે. .> માધવભાઈ રાજાઈ, ચિરાગના કઝિનભાઈ

અન્ય સમાચારો પણ છે...