તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેડ:ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના યુવાનનું કોરોનામાં મોત થતા હાહાકાર મચ્યો, જિલ્લામાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • આજે જિલ્લામાં 20 દર્દીઓ કોરોનામુક્ત બન્યા
  • જિલ્લામાં નોંધાયેલા કુલ 6,751 કેસો પૈકી 302 દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ 38 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,751 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 19 પુરૂષ અને 10 સ્ત્રી મળી કુલ 29 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે 2, ઉમરાળા ખાતે 1, સિહોર ખાતે 4, વલ્લભીપુર ખાતે 1 તેમજ તળાજા ખાતે 1 કેસ મળી કુલ 9 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

પાંચ માસ બાદ મોત થતા ભાવનગર હચમચ્યું

ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના ગેબનશાપીર દરગાહ પાસે રહેતા રવીન્દ્રા દતાજીરાવ સિરકે ઉ.મ.35 નું આજ રોજ મોત થયું છે. તેઓને 12/3/2021 ના રોજ દાખલ કરાયા હતા. આમ ભાવનગરમાં છેલ્લું મોત પાંચ માસ આસપાસ પહેલા મોત થયું હતું. ફરી ભાવનગરમાં મોતનો આંક શરૂ થયો છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 29 અને તાલુકાઓમાં 9 કેસ મળી કુલ 38 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 6,751 કેસ પૈકી હાલ 302 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 70 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો