ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતો યુવક આજે રવિવારની રજા હોય મિત્રો સાથે નિષ્કલંક દરિયાકાંઠે ફરવા ગયો હતો. મિત્રો સાથે સમુદ્રમાં ન્હાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરક થઈ જતા મોત નિપજ્યું હતું.
તરતા આવડતું ન હોવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયો
શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતો સુનિલ ચીમન વાઘેલા નામનો યુવાન આજે રવિવારની રજા હોય પોતાના મિત્રો સાથે નિષ્કલંક ખાતે ફરવા ગયો હતો. બપોરના સમયે મિત્રો દરિયામાં ન્હાવા પડતા સુનિલ પણ પડ્યો હતો. પરંતુ, સુનિલને તરતા આવડતું ન હોવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. સાથી મિત્રોએ લોકોની મદદ વડે શોધખોળ હાથ ધરી હતી પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે સાગર તટરક્ષક દળના જવાનોએ સુનિલને પાણીમાંથી બેશુદ્ધ હાલતમાં બહાર કાઢી કોળયાક PHC ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને યુવકે મૃત જાહેર કર્યો હતો.
આ ઘટનાને પગલે કોળીયાક ઓ.પી પોલીસ ચોકીના અધિકારીએ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.