તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:મૃતદેહો માટે લાકડાની ચિતા પણ મુશ્કેલ બનશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવી - Divya Bhaskar
ફાઈલ તસવી
  • છ સ્મશાનમાં રોજના 1500 મણ લાકડાની આવશ્યકતા, ઉભી થઈ શકે અછત

ભાવનગર સહિત દેશભરમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન વણસતી જાય છે. સરકારી હોસ્પિટલના ચોપડા કરતા અનેક ગણા મોત કોરોનાથી થાય છે. રોજના સરેરાશ 150 થી વધુ મૃતદેહોને ભાવનગરના સ્મશાનોમાં અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અને તેની માટે 1500 માણસોથી વધુ લાકડું જરૂર પડે છે. કોરોનાના કહેરની આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી નજીકના દિવસોમાં લાકડું પણ ખૂટી પડશે.

કપરી પરિસ્થિતીમાં ભાવનગર ના સ્મશાનોમાં કોરોનાના દર્દીઓના મૃતદેહને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવતા અગ્નિસંસ્કાર પણ આવકારદાયક છે. પરંતુ આગામી દિવસોમાં અગ્નિ સંસ્કારમાં પણ લાકડાની સમસ્યા અવરોધરૂપ બનવાની પૂરી શક્યતા રહે છે. ભાવનગર શહેરમાં જ 6 સ્મશાન છે. જે પૈકી એકલદોકલને બાદ કરતા મોટાભાગના સ્મશાનોમાં કોરોનાના દર્દીઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

મોટાભાગના સ્મશાનોમાં રોજના સરેરાશ 20 જેટલા મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. એક મૃતદેહ પાછળ સરેરાશ 10 મણ લાકડાની જરૂરીયાત રહે છે. જેથી અંદાજે રોજનું 1200 થી 1500 મણ લાકડાની આવશ્યકતા રહે છે. આવીને આવી જ કપરી પરિસ્થિતિ રહેશે તો આગામી નજીકના દિવસોમાં જ લાકડાની અછત ઊભી થશે. હાલમાં તો દાતાઓ અને કાર્યકરોના સહયોગથી લાકડું મળી રહે છે. પરંતુ ભવિષ્યમાં લાકડાની એક મોટી સમસ્યા ઉભી થશે.

સ્મશાનોમાં ફર્નિચર એસો. દ્વારા 716 મણ લાકડા દાન
ભાવનગર શહેરમાં આવેલા સ્મશાનોમાં હાલ લાકડાની તીવ્ર તંગી ઉત્પન્ન થઇ છે ત્યારે ભાવનગર ફર્નિચર એસોસિએશન દ્વારા શહેરના તમામ સ્મશાનગૃહોમાં 716 મણ લાકડા (ફાયરવૂડ) પહોંચતા કરવામાં આવ્યાં છે તેમ પ્રોજેક્ટ ચેરમેન વિજયભાઇ અને પ્રમુખ રાકેશ પોંદાએ જણાવી આ કાર્યમાં એસો.ના તમામ સભ્યોનું યોગદાન છે તેમ ઉમેર્યું હતુ.

શુ થઈ શકે ઉકેલ ?

  • બાવળ કટીંગ : ભાવનગર તાલુકાના ભાલ પંથક સહિતના ઉજ્જડ પડતર વિસ્તારોમાં બાવળની કાંટ મોટા પ્રમાણમાં ઊગી નીકળેલા હોય છે. જીલ્લા પંચાયતમાં બાવળ કટીંગ માટેના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવે છે. જો, આ બિનજરૂરી બાવળના કટિંગ કરી તે લાકડું સ્મશાનમાં આપવામાં આવે તો લાકડાનો પ્રશ્ન પણ નિવારી શકાય અને સાથોસાથ અન્ય વૃક્ષોને કાપતા બચાવી પ્રકૃતિનું જતન પણ કરી શકાય.
  • ગેસની ભઠ્ઠી : ભાવનગર શહેરમાં છ સ્મશાનો પૈકી બે સ્મશાનમાં ગેસની ભઠ્ઠીની સુવિધા ઉપલબ્ધ છે. અને તે પૈકી ગઇકાલ સુધીમાં માત્ર એક કુંભારવાડા સ્મશાનમાં જ કોરોનાના દર્દીના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવતા હતા. ગેસની ભઠ્ઠીમાં અગ્નિસંસ્કારથી લાકડાની આવશ્યકતા જ રહે નહીં. જેથી અન્ય સ્મશાનોમાં તેમજ હાલમાં છે તેમાં પણ ગેસની ભઠ્ઠીની સુવિધા વધારવાથી લાકડાની સમસ્યાનો કોઇ પ્રશ્ન જ ઉદભવે નહીં.
અન્ય સમાચારો પણ છે...