તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ભાવનગરના મેયર પદે પ્રથમ ટર્મમાં મહિલાની પસંદગી થશે

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેયર માટે સિનિયોરિટી, શિક્ષણ પર ભાર મુકશે
 • બીજા અઢી વર્ષ બક્ષીપંચના સભ્યને તક, ગત ટર્મમાં પણ મહિલા અનામત જ હતી

ભાવનગર સહીત રાજ્યભરની મહાનગરપાલિકાઓના મેયર માટે સરકારે નોટિફિકેશન બહાર પાડતાં તેમાં ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત અને ત્યારબાદ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસના સભ્યને મેયર પદે બેસાડાશે. ભાવનગર કોર્પોરેશનમાં ગત ટર્મમાં પણ પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત જ હતા.

ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી માટે હાલમાં મુખ્ય પક્ષો અને અન્ય પક્ષોમાં ખરાખરીનો ખેલ જામ્યો છે. બહુમતીના જોરે જે પણ સત્તા પર આવશે. તેના સદસ્યને પક્ષ દ્વારા નક્કી કરી મેયર પદે આરૂઢ કરવામાં આવશે. સરકાર દ્વારા આજે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ભાવનગર કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ મેયર પદે મહિલા અનામત અને ત્યારબાદ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ અનામત રાખવામાં આવ્યું છે. જે પણ સત્તા પર આવશે તે પક્ષ સામાન્ય રીતે શૈક્ષણિક લાયકાત અને સિનિયોરીટી પર પણ ભાર મૂકશે.

કોની શક્યતા મેયર માટે
ભાવનગર કોર્પોરેશનમાં મેયરપદ માટે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે ત્યારે ભાજપમાંથી યોગીતાબેન ત્રિવેદી અને વર્ષાબા પરમારની શક્યતા વધુ રહે છે અને જો બક્ષીપંચ બેઠક પરથી હાલમાં લડી રહેલા કીર્તિબેન દાણીધારીયાને માત્ર મહિલા તરીકે મેયર માટે પક્ષ નક્કી કરે તો પણ નવાઈ નહીં. જ્યારે કોંગ્રેસ સત્તા પર આવે તો પારૂલબેન ત્રિવેદી, પ્રિયંકાબેન ચંદાણી અને હિનલબેન ભટ્ટની શક્યતાને નકારી શકાય નહીં. પરંતુ સતાપર ભાજપ આવે કે કોંગ્રેસ આવે જે નામોની શક્યતા છે તે ઉમેદવાર જીતે તો જ શક્ય બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો