તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ કેસ:મહુવા પંથકની મહિલા પર મોડી રાત્રીના દુષ્કર્મ આચર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓઢણી વડે મોં બાંધી બળજબરીપૂર્વક ખેતરમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

મહુવા પંથકની મહિલા પર રવિવારે મોડી રાત્રીના એક શખ્સે બળજબરીપૂર્વક ખેતરમાં દુષ્કર્મ આચરી બેહોશ કરી બોરડીના જાળામાં ફેંકી દઈ નાસી છુટ્યો હતો અંગે ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

મહુવા પંથકમાં પરિવાર સાથે રહી ખેત મજુરી કામ કરતી એક મહિલા ગત રવિવારે રાત્રીના કુદરતી હાજતે ગયેલી મહિલા સાથે અજય મકવાણા (રહે. જેસર) નામના શખ્સે પાછળથી આવી બુમો પાડી ના શકું તે માટે મોં પર કપડું બાંધી દઈ બળજબરીથી બાજુના કપાસના ખેતરમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી બેહોશ કરી દીધી હતી. જે બાદ બીજે દિવસે વહેલી સવારે મહિલાને હોશ આવતા પોતે બોરડીના જાળામાં પડેલી હતી જેને ત્યાં ઘાસ કાપવા આવેલા એક વૃદ્ધાએ બહાર કાઢ્યા બાદ પરિવારને આ અંગે જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ખુટવડા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...