નવી શિક્ષણ નીતિ:વિદ્યાર્થીઓની ફિટનેસ માટે કેમ્પસમાં વોકિંગ ટ્રેક બનાવાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજોમાં ફિઝિકલ ફિટનેસ, સ્પોર્ટ્સ, સ્ટુડન્ટ હેલ્થ, સ્ટુડન્ટ વેલફેર તથા યોગનો સમાવેશ કરાશે

નવી શિક્ષણનીતિ અમલમાં આવવાની સાથે દરેક ઉચ્ચ શિક્ષણ એક સંસ્થાઓમાં વિદ્યાર્થીની શારીરિક અને માનસિક ફિટનેસ માટેના પ્રયત્નો પણ અનિવાર્ય બની ગયા છે. આ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં વોકિંગ ટ્રેક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની સાથે દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાસભર અભ્યાસની સાથે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ફિટનેસ પણ અગ્રસ્થાને રહેશે અને દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ માટે અત્યારથી જ સુસજ્જ થવું પડશે.

કોલેજો દ્વારા ફિઝિકલ ફિટનેસ મેન્ટલ હેલ્થ કાઉન્સેલર વગેરેની નિમણૂકો કરવાની ફરજ પણ પડશે કોલેજોમાં ખાસ વોકિંગ ટ્રેક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તે માટે સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો ને બોલાવવાના રહે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમમાં નવી માર્ગદર્શિકા અનુસાર કેટલાક નવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે જેમાં ફિઝિકલ ફિટનેસ, સ્પોર્ટ્સ, સ્ટુડન્ટ હેલ્થ, સ્ટુડન્ટ વેલફેર તથા યોગનો સમાવેશ થાય છે. સાયકલિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

ઓનલાઇન મોડ તથા ટેલિફોન ઉપર પર પણ કાઉન્સેલિંગ થઈ શકશે સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર બનાવવા ઉપર પણ ભાર મૂકવો પડશે. વિદ્યાર્થીઓના માનસિક તણાવને દૂર કરવા અગત્યનું માધ્યમ બનાવવું પડશે વિદ્યાર્થીઓને શારીરિક માનસિક ફિટનેસ અને ભાવાત્મક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ જરૂરી બની રહેશે તેમ એમકેબી યુનિ.ના એક્ઝિક્યુટિવના સભ્ય પ્રિ. હેતલબેન મહેતાએ જણાવ્યું હતું.

શાળાઓમાં તો હાલ રમત ગમતનો વિષય ફરજિયાત છે પરંતુ કોલેજમાં એક વૈકલ્પીક વિષય તરીકે હોય છે તેને હવે ફરજિયાત બનાવવામાં આવે તો વિદ્યાર્થી માટે શારીરિક અને માનસિક તેમજ કારકિર્દીલક્ષી પણ સારો નિર્ણય થઈ શકે છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં તાણ, દબાણ અને વ્યવહારિક સમસ્યાઓને દૂર કરવી અને સ્વસ્થ માનસિક સ્થિતિ જાળવવાનો છે.

પ્રત્યેક છોકરાઓની ક્ષમતાને ઓળખી તેનો વિકાસ કરવો
પ્રત્યેક છોકરાઓની ક્ષમતાને ઓળખી તેનો વિકાસ કરવો, ગુણવત્તા યુક્ત શિક્ષણ વિકાસવવું, છોકરાઓને ભારતીય સંસ્કૃતિથી જોડવા, શિક્ષણ નીતિને પારદર્શક બનાવવી, શક્યતા હોય ત્યાં સુધી ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર આપવો, મૂલ્યાંકન પર જોર આપવું તેમજ અલગ અલગ પ્રકારોની ભાષાઓ શીખવવી જેવા સિદ્ધાંતો છે.

કાઉન્સેલિંગ ઓનલાઇન અથવા મોબાઇલ દ્વારા થશે
તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આ માટે આયોજન કરવામાં રહેશે અને તે માટે જવાબદારી સોંપવાની રહેશે. કાઉન્સેલિંગ ઓનલાઇન અથવા મોબાઇલ દ્વારા કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગામડાઓની મહિલાઓ અને પછાત બાળકોને મદદ કરવાનું પણ શીખવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...