આયોજન:કિસાન આંદોલનને વર્ષ પૂર્ણ થતા આજે પદયાત્રા યોજાશે

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આયોજન
  • ભાવનગર જિલ્લાના ખેડૂતો, મજદૂર આગેવાનો ભાગ લેવા અમદાવાદ જશે

કિસાન આંદોલનને 1 વર્ષ થતા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોનો સંયુક્ત મંચ દ્વારા આવતીકાલ 26 નવેમ્બરે યોજાનાર પદયાત્રામાં ભાવનગર જિલ્લામાંથી કિસાન મજદૂર આગેવાનો ભાગ લેવા માટે જશે. અમદાવાદ સાબરમતી આશ્રમ સુધીની ત્યાં શહેરમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

પદયાત્રામાં ટેકાના ભાવની ખરીદીનો કાયદો બનાવવા, ગુજરાતમાં સાત વર્ષથી શ્રમજીવીઓના સ્થગિત લઘુતમ વેતન વધારવા, ગુજરાતના ખેડૂતોની જમીન વળતર વિના આંચકતા સર કાયદો રદ કરવા, ચાર લેબર કોડ પાછા ખેંચવા સહિતની માગણીઓની ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...