ઘોડેસવારીનું આકર્ષણ:હોર્સ રાઇડિંગ ક્લબમાં ઘોડે સવારી શીખવા માટે 200 લોકોનું વેઇટિંગ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાનો અને મહિલાઓમાં ઘોડેસવારીનું આકર્ષણ

માઉન્ટેડ પોલીસનું આર.ડી ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબમાં 200થી વધારે લોકોનું વેઇટિંગ છે. જોકે 40થી 50 લોકો તાલીમ લઇ રહ્યા છે. ઘોડે સવારી માટે યુવાનો અને મહિલાઓમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.આજ સુધીમાં 15,000થી વધુ લોકો ઘોડે સવારીની ત્રણ મહિનાની બેઝિક તાલીમ અને 7,000થી વધુ ત્રણ મહિનાના એડવાન્સ કોર્સની તાલીમ લઈ ચૂક્યા છે. જે માટે 200થી વધુ ઘોડેસવારી શીખવા થનગનતા લોકોનું વેઇટિંગ લિસ્ટ છે. શાળા-કોલેજના વિદ્યાર્થી કે સરકારી નોકરી કરનારને 50% કન્સેશન એટલે કે ફીમાં અમુક રકમની રાહત અપાય છે.

2004માં ગોધરાથી નિવૃત્ત આઇ.પી.એસ આર.ડી ઝાલા દ્વારા ઘોડે સવારી ક્લબની શરૂઆત કરવામાં આવી હતી. ક્લબ શરૂ થતાં જ સંખ્યા ફુલ થઈ જવા પામી હતી. પ્રવેશ મેળવવા માટે તેનો પ્રવેશ ફોર્મ ભરી, બાંહેધરી અને ફિટનેસનું ફોર્મ તથા ધનુરનું ઇન્જેક્શન લઈ, જરૂરી સાધનોમાં હેલ્મેટ અને શુઝ પહેરી તાલીમ લઈ શકાય છે. હાલ 10-12 ઘોડા છે, જેના પર વારાફરતી 40 થી 50 લોકો તાલીમ લઇ રહ્યા છે.

17 એકરની જગ્યા આવેલી છે. દર મહિને દરેક ઘોડાની દાક્તરી તપાસ કરાવાય છે. આખા ગુજરાતમાં ભાવનગરમાં જ પોલો રમતની પ્રેક્ટીસ થાય છે. ભાવનગરમાં 50 થી 60 ઘોડાઓ વ્યક્તિગત લોકોએ રાખેલ છે. જેમાંથી ઇન્ટરનેશનલ પોલો રમત તથા રેસિંગ માટે 16થી18 જેટલાં ઘોડા પોલો રમતના વિજેતા જયવીરસિંહ, વરતેજ તથા ચિરાગ કરાઈ પાસે 16 જેટલા ઘોડા આવેલા છે. ઉપરાંત, સિલ્વર બેલ્સ સ્કૂલ તથા અન્ય લોકો પાસે પણ રેસિંગ તથા વરઘોડા કે શોખ માટે ઘોડાઓ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...