તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું કોરોનામુક્ત ગામ:ગુજરાતનું એક એવું ગામ જ્યાં હજી સુધી કોરોનાનો નથી નોંધાયો એકેય કેસ

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાફરાબાદના શિયાળબેટના લોકોની સ્વયં જાગૃતિ રંગ લાવી

ગુજરાતમાં જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યાં છે અને દેશના ગ્રામ્ય પંથકોમાં પણ હવે સંક્રમણ વ્યાપી ચુક્યું છે ત્યારે આ વાત કદાચ માન્યમાં આવે નહી પરંતુ હકીકતમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામમાં દેશમાં કોરોનના પ્રારંભથી લઈને આજ દિન સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ભૌગોલિક દ્રષ્ટિએ શિયાળબેટ ગામ ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલું છે અને આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય મજુરી અને માછીમારી છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આ ગામના સરપંચે હમીરભાઈએ જણાવ્યું કે, ચીનમાંથી સમગ્ર દુનિયામાં કોરોના પ્રસરી રહ્યો હતો ત્યારથી જ અમે ગામમાં આયુર્વેદિક ઉપચારોનો પ્રારંભ કરાવી દીધો હતો. એ સિવાય પંચાયતે આરોગ્ય વિભાગની મદદથી વોર્ડ પ્રમાણે લોકોને જાગૃત કરવા ના પ્રયાસો શરૂ કરી દીધા અને એ કારણે આજે અમારા ગામમાં એક પણ કોરોના કેસ નથી.

એક દ્રષ્ટિએ જોતા આ ગામે પોતાને દુિનયાથી લગભગ આઈસોલેટ કરેલું છે. તેમજ શિયાળ બેટને આઝાદી બાદ પહેલીવાર વર્ષ 2016માં વિજળી મળી હતી ત્યાં સુધી આ ગામ અંધારપટમાં જ હતું. કુંભમાંથી આવેલા લોકોનું સ્કિનિંગ કર્યા બાદ જ તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવે તેવો નિર્ણય કરાતા હાલ સુધી આ ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

ખુબ ઓછો સાક્ષરતા દર ધરાવતા શિયાળ બેટ ગામના આ મેનેજમેન્ટ થકી આજે ત્યાં સંક્રમણ દર 0% છે. જ્યારે આ ગામમાં વેક્સિનેશની કામગીરી પણ સારી રીતે ચાલી રહી છે. શિયાળબેટ ગામમાં અત્યાર સુધીમાં કુલ 486 લોકો વેક્સિન લઈ ચુક્યા છે તેવું આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો