મજૂરો ભરેલું વાહન પલટ્યું:સિહોરથી વલ્લભીપુર જતા મજૂરો ભરેલા વાહને પલટી ખાધી, 15 જેટલા ખેત શ્રમિકોને નાની-મોટી ઈજાઓ

ભાવનગર12 દિવસ પહેલા
  • ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • 6 જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી, સદભાગ્યે મોટી જાનહાની ટળી
  • મજૂરો વલભીપુર ખેત મજૂરી માટે જઈ રહ્યાં હતાં તે સમયે અકસ્માત સર્જાયો

ભાવનગર જિલ્લાના સિહોરમાં આજે બુધવારે સવારે 25થી 30 જેટલાં ખેત મજૂરો મહિન્દ્રા પીકઅપ વાનમાં બેસી વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જઈ રહ્યાં હતાં. તે સમયે વાહન રોડ સાઈડમાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં 15 જેટલા ખેત શ્રમિકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી, સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરમાં રહેતા 30 જેટલાં મજૂરો દરરોજના ક્રમ મુજબ આજે મંગળવારની સવારે મહિન્દ્રા પીકઅપ વાહનમાં બેસી વલભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જવા રવાના થયા હતા. દરમિયાન મહિન્દ્રા પીકઅપના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા વાહન રોડ સાઈડમાં પલ્ટી ખાઈ જતાં 15 મજૂરોને નાનીમોટી ઈજા પહોંચી હતી. આથી ઈજાગ્રસ્તોને 6થી વધુ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે પ્રથમ સિહોર હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...