મતદાન જાગૃતિનો સંદેશ:ભાવનગરમાં 'વોટ ફોર ગુજરાત'ની વિશાળ માનવાકૃત્તિ રચીને નાગરિકોને મતદાન જાગૃતિનો અનોખો સંદેશ અપાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી આજરોજ ભાવનગરના વિદ્યાધિશ વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

શહેરમાં અલગ અલગ જાહેર સ્થળોએ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન
“વોટ ફોર ગુજરાત”નો સિમ્બોલ બનાવીને આશરે 250 બાળકો દ્વારા “અવસર” કેમ્પેઇન હેઠળ યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 અંતર્ગત ભાવનગર શહેરમાં મતદાન જાગૃતિ સંદર્ભે શહેરમાં અલગ અલગ જાહેર સ્થળોએ શેરી નાટકો સહિતના આયોજન કરી જાગૃત કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી ડી. કે. પારેખનાં માર્ગદર્શન હેઠળ સ્વીપનાં નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી એસ. કે. વ્યાસ, સાગર પંડયા મિતુલ રાવલ, વિદ્યાધિશ વિદ્યાસંકુલના ચેરમેન જી. એમ. સુતરીયા, પ્રિન્સિપાલ વિશાળ ત્રિવેદી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...