સાડી ડેની ઉજવણી:ભાવનગરની નંદકુંવરવા મહિલા કોલેજના 14માં સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

ભાવનગર10 દિવસ પહેલા
  • માત્ર 89 વિદ્યાર્થીનીઓથી શરૂ થયેલી કોલેજ આજે 4 હજારથી વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે - ટ્રસ્ટી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે આજરોજ મંગળવારના રોજ 14મા સ્થાપના દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ દિવસે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર સાડી-ડે માનવીને કોલેજ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને સાથે જે દીકરીઓનો આજે જન્મદિવસ હતો તેવી દીકરીઓના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર કેમ્પસને તિરંગા થીમ પર સુશોભિત કરવામાં આવ્યું
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરનો આજે 2 ઓગષ્ટે14મા સ્થાપના દિવસ નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર કેમ્પસને તિરંગા થીમ પર સુશોભિત કરવામાં આવ્યો છે, ત્યારબાદ જે વિધાર્થિનીઓનો જન્મ દિવસ હોય તેવી દીકરીઓના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે, ત્યારબાદ ડી.જે.ના સથવારે ભારતીય પરંપરા મુજબ ગરબા રમી ઉજવણી કરવામાં આવી હતી, સાથે જ ડાન્સ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજની સ્થાપના 2 ઓગષ્ટ 2009ના રોજ આર્ટ્સ ફેકલ્ટીથી કરવામાં આવી
શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની સ્થાપના 2 ઓગષ્ટ 2009ના રોજ આર્ટ્સ ફેકલ્ટીથી કરવામાં આવી હતી. આજે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એ., એમ.કોમ., એમ.એસ.ડબલ્યુ., ફેશન ડીઝાઈનીંગ, સેનેટરી ઇન્સ્પેકટર, હેલ્થવર્કર અને ડીએન,વાય.એસ. જેવા કોર્ષમાં અંદાજીત 4500 દીકરીઓ અભ્યાસ કરી રહી છે.

હાલ 11 ફેકલ્ટીમાં 4 હજારથી વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે
આ અંગે નંદકુંવરબા કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, આજથી 13 વર્ષ પૂર્વે માત્ર એક ફેકલ્ટીથી શરૂઆત કરવામાં આવી હતી અને માત્ર 89 વિદ્યાર્થીનીઓથી શરૂ કરી હતી, એક બીજનું રોપણ કર્યું હતું આજે તે એક વટ વૃક્ષ બની આજે આનંદ, ગૌરવ અને ગર્વ સાથે કહી શકું કે હાલ 11 ફેકલ્ટીમાં 4 હજારથી વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે, આ બીજ વાવેતર કર્યું હતું તે વટ વૃક્ષ તરફ જઈ રહ્યું છે, તેમાં વિદ્યાર્થીનીઓ, પ્રાધ્યાયાપક ગણ, અમારા પ્રિન્સિપાલો તથા વાલીઓ સંસ્થાઓ પર વિશ્વાસ મુક્યો છે તેવા તમામનો હું આભાર માનું છું,

અન્ય સમાચારો પણ છે...