તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મે તેરી લાડલી:ભાવનગરમાં બાપા સીતારામ યુવા ગૃપ દ્વારા દીકરી વંદના કાર્યક્રમની અનોખી ઉજવણી કરવામાં આવી

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેલેન્ટાઈન ડે અને ફ્રેનડશીપ ડે ઉજવાતા હોય તો દીકરી ડે કેમ નહી? જેવા હેતુંથી કરાયું આયોજન
 • દીકરીઓના પગની કંકુની છાપ લઇ દીકરીઓનું પૂજન કરાયું

ભાવનગરમાં બાપા સીતારામ યુવા ગૃપ દ્વારા સેન મહારાજ ચોકની સામે આર્યકુળ સ્કૂલ ખાતે દીકરી વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેમના માતા-પિતા દ્વારા 111 દીકરીઓની વંદના કરવામાં આવી હતી.

ભારતમાં મધર ડે, ફાધર ડે, વેલેન્ટાઈન ડે, ફ્રેનડશીપ ડે, જેવા ડે જેવા અઢળક ડે ઉજવવામાં આવે છે. પરંતુ દીકરી ડે ઉજવવામાં આવતો નથી. ત્યારે ભાવનગરમાં બાપા સીતારામ યુવા ગૃપ દ્વારા આજે દીકરી વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક સમાજની દિકરીની તેમના માતા દ્વારા વંદના કરવામાં આવી હતી. જેમાં દીકરીઓના પગની કંકુની છાપ લઇ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ દીકરી વંદના કાર્યક્રમનું આયોજન ધર્મેશભાઈ બુધેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સાધુ-સંતો તેમજ આર્મી જવાનો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બાપા સીતારામ ગૃપ દ્વારા દીકરી વંદના કરી સમાજને એક અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. ભારતભરમાં દીકરી ડે ઉજવવામાં આવે તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો