પેઈન્ટિંગ પ્રદર્શન:ભાવનગરમાં કલાસંઘ દ્વારા આયોજીત ગણેશ પંડાલમાં બે દિવસીય પેઈન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરાયું

ભાવનગરએક મહિનો પહેલા
  • નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિત 200થી વધુ ચિત્રકારાએ ભાગ લીધો
  • વિજેતા ચિત્રકારોને ઈનામો આપી સન્માનિત કરાશે

ભાવનગરને એક કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લા ચિત્ર શિક્ષક વેલ્ફેર સંઘ સંચાલિત કલાસંઘ ભાવનગર દ્વારા ગણપતિ મહોત્સવ નિમિતે ચાર કેટેગરીમાં ચિત્રકારોના પેઈન્ટિંગના બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેઈન્ટિંગ પ્રદર્શનનું આયોજન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ખાતે કરાયું હતું.

અલગ-અલગ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાઈકલાસંઘ દ્વારા ચાર વિભાગમાં આયોજન કરાયું હતું. જેમાં કેજી થી ઘોરણ-3 માં 25 બાળકોએ, ઘોરણ-4 થી ઘોરણ-6 માં 10 બાળકોએ, ઘોરણ-7 થી ઘોરણ-9 માં 50 થી વધુ બાળકો તથા ઘોરણ-10 થી ઓપનમાં 175 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો સહિતનાઓએ ભાગ લીધો હતો. અમદાવાદ, સુરત, બરોડા, સિહોર અને ભાવનગરના 200થી વધુ ચિત્રકારોએ ભાગ લીધો હતો.

ચિત્રો બનાવતા 2થી 3 દિવસનો સમય લાગ્યોઆ તકે મોનીકા માંગુકીયા અને લિપ્સા દાલસાણિયાએ જણાવ્યું હતું કે, અમે સુરતની વીએનએસજીયુ ફાઇન આટર્સ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. ત્યારે કલાસંઘ દ્વારા ગણપતિ પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમે ભાગ લીધો હતો. અમને આ ચિત્રો બનાવતા 2-3 દિવસ લાગ્યા હતા.

61 વર્ષીય દિલીપ દામજીભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, મને પેઈન્ટિંગનો ખુબજ શોખ છે. જેથી મે કલાસંઘ દ્વારા ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને મેં ઘણા બાળકોને ચિત્ર શીખવાડાવ્યાં પણ છે. આ સ્પર્ધામાં ભાગ લઈ હું ખુશીની લાગણી અનુભવું છું. આવનારા દિવસોમાં પણ પ્રદર્શનમાં ભાગ લેતો રહીશું.

દર વર્ષે સ્પર્ધાનું આયોજનકલાસંઘના અજય ચૌહાણે જણાવ્યું હતું કે, અમે દરવર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કર્યે છીએ. ત્યારે આ વર્ષે પણ પ્રદર્શનનું આયોજન કર્યુ હતું જેમાં ગુજરાતભરમાંથી અનેક ચિત્રકારોએ ભાગ લીધો હતો. દરેક ભાગ લેનારા ચિત્રકારોમાંથી વિજેતા ચિત્રકારોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...