તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રૂા.11.90 લાખની કિંમતની દારૂની બોટલો ભરેલો ટ્રક ઝડપાઈ ગયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે આરોપીઓને ઝડપી પૂછપરછ ચાલુ કરાઇ
  • હિમાલયા મોલ પાસે ચોખાનું ભુસુ ભરેલી ટ્રકની તપાસમાં વિદેશી દારૂની 11904 નંગ બોટલો ઝબ્બે

ભાવનગર શહેરમાં પોલીસે બાતમીના અાધારે હિમાલયા મોલ પાસેથી પસાર થતા એક ટ્રકની સઘન ચકાસણી કરતા આ ટ્રકમાંથી વિદેશી દારૂની રૂા.11.90 લાખની કિંમતની 11,904 નંગ બોટલો મળી આવી હતી. દારૂના આ મસ મોટા જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપી લેવાયા હતા. હવે પોલીસે આ આરોપીઓની તપાસ ચાલુ કરી વિદેશી દારુનો આ માલ ક્યાંથી લાવી કોને કહેવાથી કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ ચાલુ કરી હતી.

ભાવનગર એએસપી સફીન હસનને મળેલી બાતમીના આધારે નિલમબાગ પોલીસ અને એસપી ની ટીમે વોચ ગોઠવીને હિમાલયા મોલ પાસેથી પસાર થઇ રહેલ ચોખાનું ભુસુ ભરેલી ટ્રકને અટકાવીને તેની તપાસ કરતા આ ટ્રકમાંથી રૂપિયા 11,90,400 ની કિંમતની વિદેશી દારૂની 11904 નંગ બોટલો સાથે રાજસ્થાનના વતની ગજાનંદ હર્ષા રામ જાટ અને સતવીર હર કુવરસિંહ જાટ નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોબાઈલ ટ્રક તેમજ અન્ય વસ્તુઓ સહિત રૂપિયા 39,75,204 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આવડો મોટો દારૂનો જથ્થો કોના કહેવાથી ક્યાં પહોંચાડી રહ્યો હતો સહિતની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...