કોણ આપશે કોને ટક્કર:ભાવનગરની સાત બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, પશ્ચિમ બેઠક પર રહેશે સૌની નજર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાની સાત બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.

ગત ચૂંટણીમાં ભાવનગર ની સાત બેઠકો માંથી 6 પર ભાજપનો ભગવો લેહરાયો હતો અને માત્ર તળાજા બેઠક પર કૉંગ્રેસ ના કનુભાઈ બારૈયા જીત મેળવી હતી. ભાવનગરની પશ્ચિમ બેઠકમાં આ વખતે ખરાખરીનો જંગ જામશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી, કે.કે.ગોહિલ અને રાજુ સોલંકી ઉમદેવારી નોંધાવી છે ત્યારે જ્ઞાતિ પ્રમાણે જોઈએ તો પાટીદાર, ક્ષત્રિય અને કોળી ઉમેદવાર છે ભાવનગર પશ્ચિમ બેઠક પર 137306 પુરષ મતદારો, 126981 મહિલા મતદાર તેમજ અન્ય 26 મતદારો મળી કુલ 264313 મતદારો જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બેઠકમાં કોળી મતદારોની સંખ્યા 55થી 60 હજાર છે જ્યારે ક્ષત્રિય સમાજની 30થી 35 હજાર મતદારો છે. જ્યારે પાટીદારના 30થી 35 હજાર મતદારો છે, જો જ્ઞાતિ પ્રમાણે સમીકરણો જોઈએ તો આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી શકે તેમ છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી ભાવનગર જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...