વૃક્ષના રક્ષણ કરતાં પાંજરાઓ અપાયા:ભાવનગરના નિજાનંદ પરિવારે દત્તક લીધેલા ગામ ભાણગઢમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​વૃક્ષારોપણથી પર્યાવરણની સાથે પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય

પ્રકૃતિનું જતન અને સંવર્ધનના સામાજિક દાયિત્વના ભાગરૂપે ભાવનગરની સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવાર દ્વારા સિહોર તાલુકાના ભાણગઢ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.નિજાનંદ પરિવાર દ્વારા આ ગામને દત્તક લેવામાં આવેલું છે અને ગામના વિકાસ માટે તે નિરંતર સેવારત છે. આ સંસ્થા દ્વારા ભાણગઢ ગામમાં શિક્ષણ, પર્યાવરણની, આરોગ્ય, જનજાગૃતિ, પોષણ એમ બહુ આયામી ક્ષેત્રે કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ સંસ્થા દ્વારા ભાણગઢના યુવાનોની ટીમ અને શિક્ષક આચાર્ય રાજુભાઈ સોલંકી દ્વારા ગામમાં શરૂઆતમાં 250 જેટલાં લોક ઉપયોગી તેમજ પશુ-પક્ષીઓને ઉપયોગી એવાં વૃક્ષો ઉમરો, વડલો, પીપળો, આંબો જેવાં વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણનું મોટું કામ કર્યું છે. પ્રાથમિક શાળાના બાળકો તથા યુવાનોએ રાત્રે પણ પાણી પીવડાવીને આ વૃક્ષોને જીવંત રાખવાનું ઉમદા કાર્ય કર્યું છે.

ભાણગઢ ગામના દાતાઓએ પણ નિજાનંદ પરિવારના આ કાર્યને બળ પૂરું પાડતાં વૃક્ષોના સંરક્ષણ માટે જરૂરી પાંજરાઓ પુરા પાડ્યાં હતાં. જેનાથી નાના અને કુમળા છોડનું રક્ષણ શક્ય બન્યું છે. ભાણગઢના યુવાન અરવિંદભાઈ બારીયાએ પણ તેમના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી. ચોમાસું ચાલી રહ્યુ છે ત્યારે આ ઝુંબેશથી વૃક્ષારોપણ અને પર્યાવરણને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...