તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ કાર્યવાહી:યુનિવર્સિટીમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીમાં કુલ 9848 ફોર્મ ભરાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ ફોર્મ ભરાયા તેના 53 ટકા ફોર્મ માત્ર આર્ટસ વિભાગમાં ભરાયા
  • આર્ટસ ફેકલ્ટીમાં સૌથી વધુ 5190 અને કોમર્સમાં પ્રવેશ માટે 3145 ફોર્મ મળ્યા

MKB યુનિ.માં ધો.12 સામાન્ય પ્રવાહમાં પાસ થયા બાદ જુદી જુદી ફેકલ્ટીમાં કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાનો ગઇ કાલથી આરંભ થયો છે જેમાં સૌથી વધુ ધસારો આર્ટસ ફેકલ્ટી તરફ રહ્યો છે. ચાર દિવસ દરમિયાન કુલ 8125 ફોર્મ ઓનલાઇન ભરાયા છે તેમાં આર્ટસ ફેકલ્ટીમાં 5190 એટલે કે 52.70 ટકા ફોર્મ તો વિનિયન વિભાગની કોલેજોમાં એડમિશન માટે ભરાયા છે.

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પાસ કરાયા બાદ હવે યુનિ.માં આર્ટી, કોમર્સ સહિતની વિવિધ વિદ્યાશખાઓમાં પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ માટે ઓનલાઇન કાર્યવાહીનો આરંભ થઇ ગયો છે. જેમાં વિવિધ વિદ્યાશાખામા પ્રવેશ માટે જે ફોર્મ મળ્યા છે તે મુજબ બી.એ.માં 5190, બી.સી.એ.માં 862, બી.કોમ.માં 3145, બી.બી.એ.માં 328, બી.આર.એસ.માં 168, બી.એસ.ડબલ્યુ.માં 23, બીએસસી આઇટીમાં 77 અને બી.કોમ.ઓનર્સમાં 55 વિદ્યાર્થીઓએ આ 4 દિવસ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભર્યા છે તેમ કુલસચિવે જણાવ્યું હતુ.

આ અભ્યાસક્રમો સંબંધિત તમામ કોલેજ ખાતે તેમજ સેન્ટ્રલ લાઇબ્રેરી, એમસીએ ભવન અને અંગ્રેજી ભવન ખાતે હેલ્પ સેન્ટર ઉપલબ્ધ છે જેથી વિદ્યાર્થીઓને જરૂરી મદદ મળી રહેશે. 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમ્યાન 10 દિવસ સુધીમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. છેલ્લા દિવસે સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

15થી 18 ઓગસ્ટ દરમિયાન યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ તૈયાર કરવામાં આવશે અને 19થી 21 ઓગસ્ટ દરમિયાન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાત બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનના નિર્ણયને લીધે સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

ચોથા દિવસે 1723 ફોર્મ ભરાયા
યુનિ.માં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા અંતર્ગત આજે ચોથા દિવસે આર્ટસ અને કોમર્સ સહિતની ફેકલ્ટીમાં 1723 ફોર્મ ભરાયા હતા. ત્રીજા દિવસના અંત સુધીમાં કુલ 8125 ફોર્મ ભરાયા હતા તે ત્રીજા દિવસના અંત સુધીમાં 9848 થયા હતા.

અન્ય સમાચારો પણ છે...