કાર્યવાહી:પ્લાસ્ટિક જપ્તી ડ્રાઇવમાં કુલ 90 વેપારીઓ ઝપટે, 49 હજારનો દંડ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુ. સોલીડ વેસ્ટ વિભાગે આખરે આળસ ખંખેરી
  • ​​​​​​​સૌથી વધુ ​​​​​​​પીરછલ્લા તો સૌથી ઓછી બોરતળાવ વોર્ડમાં દંડનીય કાર્યવાહી કરી, મોટા વેપારીઓ ઝપટે નથી ચડતા

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા આજે શહેરના કોમર્શિયલ વિસ્તારમાં દુકાનો સહિતમાં તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરવા બદલ 90 વેપારીઓને રૂ.49,300 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.\n કોર્પોરેશનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ સમયાંતરે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્તી ડ્રાઇવ કરે છે.

ગત ડ્રાઇવ સમયે પણ જથ્થાબંધ વેપારીઓને અગાઉથી જાણ થઈ જતાં તપાસ પૂર્વે જ દુકાનો બંધ કરી ચાલતી પકડી હતી. જ્યારે આજે પણ મોટાભાગના જથ્થાબંધ વેપારીઓને જાણ થઇ જતાં નાના નાના વેપારીઓ દંડાયા હતાં. આજે 13 પૈકી 10 વોર્ડમાં પ્લાસ્ટિક જપ્તી ડ્રાઇવ ગોઠવી હતી. જેમાં કુલ 90 વેપારીઓ પાસેથી 16.450 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.49,300 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જેમાં સૌથી વધુ વોર્ડ નં.6 પીરછલ્લામાં 4 કીલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.6700 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે સૌથી ઓછો વોર્ડ નં.9 બોરતળાવમાં 200 ગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. 2000 દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...