તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શહેરમાં એક દર્દી કોરોનામુક્ત જિલ્લામાં કુલ 8 દર્દી એક્ટિવ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં રિકવરી રેઇટ વધીને 98.85 ટકા થયો
  • ગુરૂવારે શહેર કે ગ્રામ્ય પંથકમાં એક પણ નવો પોઝિટિવ કેસ મળ્યો નહીં : શહેરમાં એક દર્દી એક્ટિવ

ભાવનગર શહેર અને ગ્રામ્ય તાલુકા કક્ષાએ આજે એક પણ નવો કોરોના પોઝિટિવ કેસ મળ્યો ન હતો. જ્યારે આજે શહેરમાં એક દર્દી કોરોનામુક્ત થતા હવે શહેર અને જિલ્લામાં કુલ આઠ દર્દીઓ કોરનાની સારવારમાં છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ 21,440 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,135 દર્દીઓ કોરોનામુક્ત થતા જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.58 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં આજ પણ એકેય નવો કેસ નોંધાયો નથી.

આથી આજ સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 14,011 કેસ નોંધાયા છે અને તેની સામે આજે એક મહિલા દર્દી કોરનામુક્ત થતા આજ સુધીમાં 13,850 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.85 ટકાએ યથાવત છે. જ્યારે આજે ગ્રામ્ય કક્ષાએ પણ એકયે નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી . આજ સુધીમાં ગ્રામ્ય-તાલુકા કક્ષાએ કુલ 7429 કેસ નોંધાયા છે અને તેની સામે કુલ 7285 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ વધીને 98.06 ટકા થઇ ગયો છે.

સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 21,440 કેસ પૈકી 21,1354 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.58 ટકા થઇ ગયો છે. આમ હવે સમગ્ર શહેર-જિલ્લાને પુન: કોરોનામુક્ત થવાને આડે 8 દર્દીઓ બાકી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનામાં ઓગસ્ટ માસમાં એકંદરે રાહત રહી છે. આ માસના આરંભે શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21,427 હતી તે આજે 26 દિવસ વિત્યા છે ત્યારે આ આંક વધીને 21,440 થઇ ગયો છે. આથી 26 દિવસમાં 13 પોઝિટિવ કેસનો વધારો થયો છે. એટલે કે દર બે દિવસે એક નવો કેસ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...