તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચમા દિવસે જામ્યો ચૂંટણીનો માહોલ:જિલ્લા, તાલુકા, નગર પાલિકાની ચૂંટણી માટે કુલ 614 ફોર્મ ભરાયા

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
 • 5મા દિવસે જિ.પં.માં 68,તા.પં.માં 353 અને નગર પાલિકામાં 115 ફોર્મ ભરાયા

બીજા તબકકામાં ભાવનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે. ફોર્મ ભરવામાં હવે એક દિવસ જ બાકી રહયો છે જેથી આજનો દિવસ મહત્વના બની રહેશે. આ ચૂંટણી અંતર્ગત આજે પાંચમા દિવસે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજના 68 મળીને કુલ 74 ફોર્મ 72 ઉમેદવારોએ પાંચ બેઠક પર ભરાયા હતા,જયારે તાલુકા પંચાયત માટે આજના 353 મળીને કુલ 412 ફોર્મ ભરાયા હતા તેમજ નગર પાલિકા માટે આજના 115 મળીને કુલ 128 ફોર્મ 111 ઉમેદવારોએ ભર્યા હતા.

જિ.પં.ના બાકીના બે ઉમેદવારો જાહેર
જિ. પં.ની 40 બેઠકો માટે ભાજપે ગઈકાલે 38 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં મ.જ.પા.માંથી ભાજપમાં આવેલા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રસીકભાઈ ભિંગરાડીયાના પત્ની મધુબેનને ઉમરાળા બેઠક પર અને પાલીતાણાની ઘેટી બેઠક પરથી શોભનાબેન પોપટભાઈ લાઠીયાને ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કર્યા હતા.

તળાજા જિ.પં.ની 8 બેઠકો પર 7 ફોર્મ રજુ
તળાજા તાલુકાની કુલ આઠ બેઠકો દીહોર, દાઠા, ત્રાપજ, પાવઠી, ઠળીયા, પીથલપુર, સરતાનપર, અને અલંગ પૈકી આજ કુલ 7 ફોર્મ રજુ થયા છે. જેમાં મુખ્યત્વે ભાજપ ઉમેદવારો ચાર ફોર્મ ભરાયા છે. જોકે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ફોર્મ ભરાયું નથી આજ તા.13/2/2021 નાં રોજ છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારી ફોર્મ રજુ થવામાં ભારે ભીડ રહેશે. ઉપરાંત તળાજા તા. પંચા.ની 32 બેઠકો પૈકી આજ સુધીમાં કુલ 32 ઉમેદવારી ફોર્મ રજુ થયા છે.

વલભીપુર પાલીકાનાં ભાજપનાં ઉમેદવારો જાહેર
વલભીપુરની જિલ્લા પંચાયતની 6-ચમારડી હેઠળ આવતી તાલુકા પંચાયતની 8 સીટ અને 26-પાટણા નિચે આવતી તાલુકા પંચાયતની 8 સીટો તેમજ નગરપાલીકાના કુલ 6 વોર્ડ મળી કુલ-24 નગરસેવકો અને સેવીકાઓ માટેના ઉમેદાવારી ફોર્મ ભરવાની શરૂઆતના ચોથા દિવસે તાલુકા પંચાયત માટે કુલ 17 ફોર્મ રજુ થયેલ છે.જયારે નગર પાલીકામાં વોર્ડ નં.1માં 3,2માં 2,3માં2,4માં2,5માં3 અને 6 નીઅંદર 2 ફોર્મ રજુ થવા સાથે કુલ-14 ફોર્મ રજુ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો