નાગરિકોની નોંધણી:મતદાર ઝૂંબેશ અંતર્ગત કુલ 53,948 લોકોની નોંધણી થઈ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા રવિવારે યાદીમાં નામ નોંધાવી શકાશે
  • ભાવનગર જિલ્લામાં 18થી 19 વર્ષની વય જૂથમાં 12,196 નવા યુવા નાગરિકોની નોંધણી કરાઈ

આજે ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ 53,948 લોકોની નોંધણી થઈ હતી.18થી 19 વર્ષની વય જૂથમાં 12,196 નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. 20થી 29 વર્ષના વય જૂથમાં કુલ 6,804 લોકોની નોંધણી થઈ છે.અત્યાર સુધી જિલ્લામાં કુલ- 1,76,859 લોકોની નોંધણી થઈ છે.

જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.1 ઓક્ટોબર,2022ની સ્થિતિએ જેમની ઉંમર 18 વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે.

વધુમાં આગામી 11 સપ્ટેમ્બર,2022ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwd મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. જિલ્લાના 18 વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા કલેકટર યોગેશ નિરગુડેએ ખાસ અનુરોધ કર્યો છે

ભાવનગરની મુલાકાતે મુખ્ય ચૂંટણી અધિકારી
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે આજે ભાવનગર જિલ્લામાં 'ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ'ની મુલાકાતે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી આવ્યાં હતાં.તેઓએ ભાવનગર (ગ્રામ્ય), નારી, વેળાવદર સહિતના કેન્દ્રની મુલાકાત લીધી હતી. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વધુને વધુ નવા અને યુવા મતદારોની નોંધણી થાય તે અંગેનું માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...