તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ભાવનગરમાં 144 કેન્દ્રોમાં કુલ 31,738 વિદ્યાર્થીઓ આપશે ધો.10-12ની પરીક્ષા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુજરાત બોર્ડની પરીક્ષાના આયોજન માટે બેઠકનું કરાયેલું આયોજન
  • બોર્ડ દ્વારા લેવાશે રિપીટર્સ અને ખાનગી વિદ્યાર્થીઓની 15મીથી પરીક્ષા : કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ માટે આગામી તા.15 જુલાઇને ગુરૂવારથી ભાવનગર સહિત રાજ્યભરમાં પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં કુલ 144 કેન્દ્રોમાં 1297 બ્લોક ખાતે કુલ 31,738 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આયોજન ઘડવા આજે કલેકટર વાય.બી.નિરગુડે અને ડીઇઓ એેન.જી.વ્યાસની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ પરીક્ષા નિર્ભિકપણે યોજાય તેમજ કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન થાય તે હેતુથી આ બેઠક યોજાઇ હતી. આ પરીક્ષા તા.15 જુલાઇથી તા.28 જુલાઇ દરમિયાન રોજ બે તબક્કામાં યોજાવાની છે. ધો.10ની પરીક્ષા માટે ત્રણ ઝોનલ કચેરી રહેશે જેમાં શહેરમાં મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય અને માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ તથા મહુવામાં એમ.એન.હાઇસ્કૂલનો સમાવશે થાય છે.

જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ઝોનલ કચેરી કાર્યરત રહેશે. તા.15 જુલાઇથી તા.28 જુલાઇ દરમિયાન રોજ બે તબક્કામાં યોજાવાની છે. જેમાં 15મીએ પ્રથમ દિવસે ધો.10માં સવારે 10 વાગ્યાથી ગુજરાતી સહિતની પ્રથમ ભાષા, બપોરે ધો.12 વિ.પ્ર.માં 2.30 કલાકથી ભૌતિક વિજ્ઞાન, સામાન્ય પ્રવાહમાં સવારે 10 કલાકથી ચિત્રકામ અને બપોરે સામાજિક વિજ્ઞાન, સહકાર પંચાયત અને નામાના મૂળ તત્વોની પરીક્ષા લેવાશે.

14 જુલાઇથી કન્ટ્રોલ રૂમનો આરંભ થશે
આ પરીક્ષા માટે જિલ્લાનો કન્ટ્રોલ રૂમનો આરંભ 14 જુલાઇને બુધવારથી થશે. કન્ટ્રોલ રૂમનો સમય સવારના 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રહેશે. જેમાં પરીક્ષાર્થીઓ, વાલીઓ, શાળાઓને સાંભળીને જરૂરી માર્ગર્દશન અપાશે. તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. કન્ટ્રોલ રૂમ બહુમાળી ભવન ખાતે ડીઇઓ કચેરીમાં કાર્યરત થશે જેનો ફોન નંબર 0278-2426629 રહેશે.

કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા
ધોરણકુલ પરીક્ષાર્થીઓકુલ બ્લોકકુલ બિલ્ડિંગ
ધો. 1023,346992115
ધો. 12 સામાન્ય પ્રવાહ7,38425624
ધો. 12 વિજ્ઞાન પ્રવાહ1,008495
કુલ31,7381,297144
અન્ય સમાચારો પણ છે...