તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • A Total Of 207 Bottles Of Blood Were Donated In The Road Safety Month Celebration Camp, Each Blood Donor Was Given Free Insurance Of Rs 5 Lakh.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:માર્ગ સલામતિ માસની ઉજવણીના કેમ્પમાં કુલ 207 બોટલનું રક્તદાન, પ્રત્યેક રક્તદાતાને 5 લાખનો ફ્રી વીમો અપાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

32 માં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ.કચેરી ભાવનગર પોલીસ ટ્રાંફિક શાખા તથા સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્કના સયુંકત ઉપક્રમે આર.ટી.ઓ.કચેરી ભાવનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓએ 207 થી વધુ બોટલ બ્લડ ડોનેટ કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત રૂ. 5 લાખ નું ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપની નું એક્સીડન્ટ ઇન્સ્યોરન્સ કવર દરેક રક્તદાતાઓને વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાવનગર બાર કાઉન્સિલના પ્રમુખ શ્રી હિરેનભાઈ જાની, પી.આઈ.વી.વી.રબારી, પી.એસ.આઈ. આર.જે.રહેવર, આર.ટી.ઓ. ઇન્સ્પેકટર જે.જે.ચુડાસમા, એન.એમ.કાપડિયા,અંકિત પટેલ, અંકિત ચૌધરી, ડી.એચ.કડીકરે રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વાહન વ્યવહાર અધિકારી ડી એચ યાદવ, મેડિકલ કોલેજના ડિન ડો.હેમંત મહેતા, સર ટી હોસ્પિટલના અધિક્ષક ડો.નિલેશ પારેખે ઉપસ્થિત રહીને આર.ટી. ઓ. ની આ પહેલને બિરદાવી હતી. રક્તદાતાઓની નામ નોંધાણીથી લઇ રક્તદાન સુધીની તમામ પ્રક્રિયા તેમજ અન્ય સુસંગત વ્યવસ્થા સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો