તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:જિલ્લામાં 24 દિવસમાં કુલ 17,031 લાભાર્થીને કોરોના રસીકરણ કરાયું

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રસીકરણમાં એકંદરે 70 ટકા લક્ષ્યાંક પૂર્ણ
 • આરોગ્ય વિભાગના 6572 અને ફ્રન્ટ લાઇન વર્કર કેટેગરીના 10,459 લાભાર્થીને વેક્સીનેશન કરાયું

ભાવનગર શહેર અને જિલ્લામાં ગત તા.16 જાન્યુઆરીથી કોરોનાની રસીકરણ આપવાનો આરંભ થયો હતો અને 24 દિવસના સમયગાળામાં જિલ્લાના 10 તાલુકામાં આરોગ્ય વિભાગ તેમજ ફ્રન્ટ લાઇન વર્કરના કુલ મળી 24,511 લાભાર્થીને રસીકરણ આપવાનો લક્ષ્યાંક હતો તેમાં 17,031 લાભાર્થી કર્મચારીઓ રસીકરણ કરાવતા એકંદરે 69.48 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી હતી. જ્યારે 30.52 ટકાએ રસી મુકાવવાથી અળગા રહ્યાં હતા.

આરોગ્ય વિભાગના 10 તાલુકામાંથી કુલ 8371 આરોગ્ય કર્મચારીઓને વેક્સિનેશન કરવાનું હતુ અને તે પૈકી 6572 કર્મચારીઓએ રસી મુકાવતા કુલ લક્ષ્યાંક સિદ્ધિ 79 ટકા નોંધાઇ હતી. 1799 આરોગ્ય કર્મચારીઓ રસીકરણથી દુર રહ્યાં હતા. જ્યારે જિલ્લામાં ફ્રન્ટ લાઇન વર્કરમાં કુલ લક્ષ્યાંક 16,140ને રસી આપવાનો હતો અને તે પૈકી 10,459 કર્મચારીઓએ રસી લેતા 65 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી હતી. જ્યારે આ કેટેગરીમાં 5681 કર્મચારીઓએ રસી મુકાવી ન હતી.

જિલ્લામાં ફ્રન્ટ લાઇન વર્કરમાંરસીકરણનું ચિત્ર

તાલુકોલક્ષ્યાંકરસીકરણન લીધીટકાવારી
ભાવનગર45533404114975 ટકા
ગારિયાધાર96559437162 ટકા
ઘોઘા75336039348 ટકા
જેસર46323522851 ટકા
મહુવા2522166385966 ટકા
પાલિતાણા1691102167060 ટકા
સિહોર150484765756 ટકા
તળાજા2138144968968 ટકા
ઉમરાળા73347625782 ટકા
વલભીપુર81841040850 ટકા
કુલ16,14010,4595,68165 ટકા

​​​​​​​

જિલ્લામાં આરોગ્ય કર્મીઓમાંરસીકરણનું ચિત્ર

તાલુકોલક્ષ્યાંકરસીકરણન લીધીટકાવારી
ભાવનગર6195784193 ટકા
ગારિયાધાર60746514277 ટકા
ઘોઘા4283567283 ટકા
જેસર2852562990 ટકા
મહુવા2536200053479 ટકા
પાલિતાણા81268912385 ટકા
સિહોર104976528473 ટકા
તળાજા109380229173 ટકા
ઉમરાળા4874018682 ટકા
વલભીપુર45525819757 ટકા
કુલ8,3716,5721,79979 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો