પોલીસની તરાપ:શહેર જિલ્લામાંથી કુલ 17 જુગારીઓ ઝડપાયા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણા અને ભાવનગર શહેરમાં જાહેરમાં જુગારના કુલ ત્રણ બનાવો
  • જુગારની મહેફિલો પર પોલીસની તરાપ

જુગારની મહેફિલો માંડીને બેસેલા શકુનીઓ પર પોલીસે સિકંજો કસતા ભાવનગર શહેર અને પાલિતાણામાં જુગાર રમતા કુલ 17 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.જેમાં રસાલા કેમ્પમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જગદીશ ધરમદાસ તારવાણી અને અમર હરદાસમલ બાલચંદાણી (રહે. રસાલાકેમ્પ, ભાવનગર)ને કુલ રૂ. 2300ના મુદ્દામાલ સાથે નિલમબાગ પોલીસે જ્યારે કુંભારવાડામાં જુગાર રમતા કાસમ કમાણી, નદીમ વસાયા, રાકેશ માલવણિયા, સરફરાજ વસાયા, અયુબ પઠાણ, અકબર ચૌહાણ, સેજાદ કાજી, હાસમ પઠાણને કુલ રૂ. 14,270ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યા હતા.

જ્યારે પાલિતાણાના બહારપરા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પુના પરમાર, ધર્મેશ ચૌહાણ, મનીષ ગોહિલ, સન્ની ચોહલા, ભાવિક સોલંકી, લાલજી ભાલિયા, જગદીશ બારૈયા (તમામ રહે. પાલિતાણા)ને કુલ રૂ.37,210ના મુદ્દામાલ સાથે પાલિતાણા ટાઉન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...