ઉમેદવારી ફોર્મ:7 બેઠક પર કુલ 159 ઉમેદવારી ફોર્મ ભરાયા સૌથી વધુ ફોર્મ ભાવનગર પશ્ચિમ બેઠકમાં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભાની બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસે હતો ત્યારે આ 7 બેઠક પર કુલ 159 ફોર્મ ભરાયા છે અને 108 ઉમેદવારો છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો ભાવનગર પશ્ચિમમાં 28 છે અને ત્યાં 38 ફોર્મ ભરાયા છે. તો સૌથી ઓછા ઉમેદવારો હાલની સ્થિતિએ ભાવનગર ગ્રામ્યમાં 9 અને અને આ બેઠક પર 18 ફોર્મ ભરાયા છે.

તો પાલિતાણામાં 13 ફોર્મ ભરાયા છે. હવે ફોર્મ ચકાસણી અને ત્યાર બાદ ફોર્મ પાછા ખેંચવાની તારીખ 17 છે ત્યારે ચૂંટણી જંગ માટેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભાવનગર જિલ્લામાં આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તો બહુજન સમાજ પાર્ટી, સીપીએમ અને વીપીપીના ઉમેદવારો તેમજ અપક્ષો પણ મેદાનમાં છે. જેમાં 53 ફોર્મ અપક્ષના ભરાયા છે.

કઇ બેઠક પર કેટલા ફોર્મ અને કેટલા ઉમેદવાર ?

મતક્ષેત્રકુલ ફોર્મકુલ વ્યક્તિ
મહુવા2116
તળાજા2216
ગારિયાધાર2415
પાલિતાણા1310
મતક્ષેત્રકુલ ફોર્મકુલ વ્યક્તિ
ભાવ.ગ્રામ્ય189
ભાવ.પૂર્વ2314
ભાવ.પશ્ચિમ3828
કુલ159108
અન્ય સમાચારો પણ છે...