ગત નવેમ્બર મહિનામાં લેવાયેલી CAની ફાઇનલ પરીક્ષા અને સીએ ઇન્ટર મિડીયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાવનગરમાંથી 15 તારલા સીએ થયા છે. CA ફાઈનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે આવ્યો છે. તે ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનાં પાંચ અને સુરતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તો ઇન્ટર મીડિયેટની પરીક્ષાનુ઼ પરિણામ જાહેર થયુ઼ તેમાં ભાવનગરનો સ્મિત ધ્રૂવ ઓલ ઇન્ડિયામાં 19મા રેન્કમાં ઉત્તિર્ણ થયો છે. સીએ ફાઇનલમાં ભાવનગરમાં હેત્વી શાહ પ્રથમ ક્રમે છે.
ભાવનગરમાં જે જે તેજસ્વી તારલા સી.એ. થયા છે તેમાં હેત્વી શાહ, દિવ્યા ગોહિલ, અક્ષત ધ્રૂવ, ધ્રૂવી ખાટસૂરિયા, મીહિરરાજસિંહ, રીખવ શાહ, મારગી પટેલ, પ્રિયાંશી મહેતા, રૂષભ શાહ, શુભમ બક્ષી, નીતિન રામચંદાની, પારીતોષ શાહ, સંકેત વોરા, વિશાલ કુકડીયા તથા જયશ્રીબેન અખયાનીનો સમાવેશ થાય છે તેમ ભાવનગર બ્રાન્ચના ચેરમેન સીઅુે આદિલ દોલાએ જણાવી તમામને શુભેચ્છા પાઠવી હતી.
દરમિયાનમાં પ્રથમ નંબરે પાસ થયેલી હેત્વીએ જણાવ્યું હતુ કે તે અંતિમ તબક્કામાં રોજના 12 કલાકથી પણ વધુ તૈયારી કરતી હતી. વ્યવસ્થિત આયોજનને કારણે હું આ સીમાચિહ્ન હાંસલ કરી શકી છું. આત્મવિશ્વાસ, સ્માર્ટ વર્ક, ખંત અને ધૈર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. મને હંમેશા પ્રોત્સાહિત કરવા બદલ મારા પરિવારજનો, ગુરુજનો અને મિત્રોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
ઇન્ટર મીડિયેટના ટોપ ફાઇવ રેન્કર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.