તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ભાવનગર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણીમાં કુલ 1397 ફોર્મ ભરાયા

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઉમરાળા તાલુકા પંચાયતમાં ભાજપે ખાતુ ખોલાવ્યુ બે બેઠક બિનહરિફ
 • અંતિમ દિવસે જિ.પં.માં 103,તા.પં.માં 388 અને નગર પાલિકામાં 292 ફોર્મ ભરાયા

ભાવનગર જિલ્લા પંચાયતની 40, દસ તાલુકા પંચાયતની 210 અને ત્રણ નગર પાલીકાની આગામી તા.28 ફેબ્રુઆરી રવિવારે ચુંટણી યોજાશે.ફોર્મ ભરવામાં આજે અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ધસારો રહયો હતો. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજના 103 મળીને 170 ઉમેદવારોએ કુલ 177 ફોર્મ ભરાયા હતા.જયારે તાલુકા પંચાયત માટે આજના 388 મળીને 772 ઉમેદવારોએ કુલ 800 ફોર્મ ભરાયા હતા તેમજ ત્રણ નગર પાલિકા માટે આજના 292 મળીને 330 ઉમેદવારોએ કુલ 420 ફોર્મ ભરાયા હતા. આમ આજના અંતિમ દિવસે ત્રણેય મળીને 1272 ઉમેદવારોએ કુલ 1397 ફોર્મ ભરાયા હતા.

ઉમરાળા તાલુકાના રંઘોળા તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ કુવાડીયા તથા લંગાળા તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર ગુણવંતીબેન મગનભાઈ મિસ્ત્રીને બિનહરીફ વિજેતા જાહેર થતા ઉમરાળા તાલુકા પંચાયતમાં ભાજપને 2 સીટ બિનહરીફ થતા ખાતું ખુલ્યું છે.

જિલ્લા પંચાયતની ચુંટણીમાં તળાજા તાલુકાની આઠ અલંગ, દાઠા, દિહોર, પાવઠી, પીથલપુર, સરતાનપર, ઠળીયા, અને ત્રાપજ બેઠકો માટે ઉમેદવારી પત્રકો રજુ કરવાનાં આજનાં અંતિમ દિવસ સુધીમાં ભાજપ પક્ષે 16, કોંગ્રેસ પક્ષે 16, આમ આદમી પાર્ટી તરફે 6 અને અન્ય 2 મળી કુલ 40 ઉમેદવારી પત્રકો ભરાયા છે.

વલભીપુર પાલીકા અને તા.પં.માં આપની એન્ટ્રી
વલભીપુર નગરપાલીકાના 6 વોર્ડમાં 4 ઉમેદવારોની પેનલ માટે કુલ-77 ફોર્મ રજુ થયેલ છે. તાલુકા પંચાયતની વલભીપુરની કુલ-16 બેઠકો પર 48 ફોર્મ રજુ થયા છે.આમ આદમી પાર્ટીએ નગરપાલીકામાં કુલ 5 વોર્ડમાં 18 ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં ચમારડી,પચ્છેગામ પાણવી બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મહુવામાં ત્રણેય ચૂંટણી મળીને 302 ફોર્મ ભરાયા
મહુવામાં નગરપાલિકાની 36 સીટ સામે 82 ઉમેદવારના 138 ઉમેદવારી પત્રો, તાલુકા પંચાયતની 34 સીટ સામે 124 ઉમેદવારોના 128 ઉમેદવારી પત્રો અને જીલ્લા પંચાયતની 8 સીટમાં 36 ઉમેદવારના 36 ઉમેદવારી પત્રો ભરાયા હતા.

ગારિયાધારની જિ. પં.ની બે બેઠકો પર ફોર્મ ભરાયા
ગારીયાધારની જિલ્લા પંચાયતની પરવડી બેઠક અનુસુચિત આદિજાતિ પર ભાજપ તરફથી અરવિંદભાઇ મનજીભાઇ ખરાડી તેમજ કોગ્રેસ તરફથી જયદિપકુમાર સેનાભાઇ નલવાયાએ ઉમેદવારી નોંધાવી છે.જ્યારે વેળાવદર સીટ અનુસુચિત જાતી પર ભાજપ તરફથી પરમાર બળવંતભાઇ વશરામભાઇ તેમજ કોગ્રેસ તરફથી હરજીભાઇ વશરારામભાઇ વણઝારાએ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો