મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ધો.12 સામાન્ય પ્રવાહમાં પાસ થયા બાદ જુદી જુદી ફેકલ્ટીમાં કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં ઓનલાઇન એડમિશન ફોર્મ ભરવાનો ગત તા. 5 ઓગસ્ટથી આરંભ થયો છે જેમાં સૌથી વધુ ધસારો આર્ટસ ફેકલ્ટી તરફ રહ્યો છે. 7 દિવસ દરમિયાન કુલ 13,203 ફોર્મ ઓનલાઇન ભરાયા છે તેમાં આર્ટસ ફેકલ્ટીમાં 7147 એટલે કે 54.13 ટકા ફોર્મ તો વિનિયન વિભાગની કોલેજોમાં એડમિશન માટે ભરાયા છે.
આ વર્ષે ઓનલાઇન એડમિશન અંતર્ગત કોલેજોમાં બી.એ.માં 6558, બી.સી.એ.માં 1084, બી.કોમ.માં 4122, બી.બી.એ.માં 390, બી.આર.એસ.માં 248, બી.એસ.ડબલ્યુ.માં 30, બીએસસી આઇટીમાં 124 અને બી.કોમ.ઓનર્સમાં 58 વિદ્યાર્થીઓએ આ 7 દિવસ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભર્યા છે તેમ કુલસચિવે જણાવ્યું છે.
આ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહમાં તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પરીક્ષા વગર પાસ કરી દીધા હોય આર્ટસ અને કોમર્સમાં પ્રવેશ માટે ધસારો વધ્યો છે. ગઇ કાલે 12,244 ફોર્મ ભરાયા હતા તે આજે 959 વધીને 13,203 થઇ ગયા હતા. આ વર્ષે ખાસ તો માસ પ્રમોશનને લીધે ધસારો વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.